જાણો પીએમ મોદીના જન્મદિવસને આ મહિલાનું 13 હજાર ફૂટથી કૂદવા સાથે શું છે કનેક્શન?
Trending Photos
નવી દિલ્હી: દેશના પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીના તેમના 68માં જન્મદિવસ પર એક એવી ગિફ્ટ મળી છે, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ભારતીય પૈરાજમ્પર શીતલ મહાજને સોમવારે (18 સપ્ટેમ્બર) શિકાગોમાં 13 હજાર ફૂટ ઉંચાઇએ વિમાનમાંથી કૂદી પીએમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
શીતલ મહાજનના હાથમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસના શુભેચ્છાઓના માટે એક પોસ્ટર હાથમાં હતું. હાથમાં પીએમ મોદીના નામનું પોસ્ટર પકડી શીતલે તેમને શુભેચ્છા પાઠવી અને આ વીડિયોને પોતાના ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. તમે પણ જુઓ શીતલ મહાજનના આ વીડિયોને....
4 વર્ષથી કરી રહી છે પીએમ મોદીને મળવાનો પ્રયત્ન
શીતલે જણાવ્યું હતું કે, ગત ચાર વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો પ્રયત્ન કરી રહી છું, પરંતુ તેનો આ પ્રયાસ ક્યારે પણ સફળ થયો ન હતો. પીએમ મોદીના જન્મદિવસની શુભેચ્છાઓ આપતા તેણે કહ્યું હતું કે, ‘આ સ્કાઇ ડ્રાઇવ પછી આશા છે કે વડાપ્રધાન કાર્યાલયમાંથી મને કોઇ જવાબ મળશે.’
થાઇલેન્ડમાં બનાવ્યો હતો ખાસ રેકોર્ડ
પુણેની સ્કાઇ ડ્રાઇવર શીતલ મહાજને થાઇલેન્ડમાં 13 હજાર ફૂટની ઉંચાઇથી કૂદીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. ખાસ વાત એ છે કે, શીતલે નૌવારી સાડી પહેરીને કૂદકો માર્યો હતો. જેની લંબાઇ 5.25 મીટર હોય છે. આ કરતબ કરનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.
6 આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સને કર્યા પોતાના નામે
પદ્મશ્રી વિજેતા અને બે જુડવા બાળકોની માં શીતલ રાણે-મહાજને અત્યારસુધીમાં 18 રાષ્ટ્રીય સ્તરના સ્કાઇ ડ્રાઇવિંગ રેકોર્ડ જીત્યા છે. આ ઉંપરાત તેના નામ પર 6 આંતરરાષ્ટ્રીય રેકોર્ડ, સમગ્ર વિશ્વમાં 704 જંપ લગાવવાનો રેકોર્ડ છે. તેને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમ્માનથી નવાજવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે