Indian Railway: રેલવેની મસમોટી કાર્યવાહીથી હડકંપ, પહેલીવાર એકસાથે 19 અધિકારીઓને બહારનો રસ્તો દેખાડ્યો, જાણો કારણ
ભારતીય રેલવે ખાતામાં છેલ્લા કેટલા સમયથી ઝીરો ટોલરન્સ પોલીસી અપનાવવામાં આવી રહી છે. સરકારી કામકાજમાં બેદરકારી વર્તવા પર કાર્યવાહી થઈ રહી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય રેલવેના ઈતિહાસમાં પહેલીવાર એવી કાર્યવાહી જોવા મળી છે કે જાણીને તમને પણ નવાઈ લાગશે. પોતાના અધિકારીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરતા રેલવેએ 19 અધિકારીઓને નોકરીમાંથી જબરદસ્તીથી વીઆરએસ લેવડાવી દીધુ છે. મળતી માહિતી મુજબ મોદી સરકારે ખરાબ પ્રદર્શન કરનારા અને પોતાના કામમાં અક્ષમ અધિકારીઓ પર અત્યાર સુધીની મોટી કાર્યવાહી કરતા સરકારી સેવકોની સમય સમીક્ષા (Periodic Review) હેઠળ CCS પેન્શન નિયમ 1972 ની કલમ 56(J)/(I) ના નિયમ 48 હેઠળ બુધવારે આ 19 અધિકારીઓને જબરદસ્તીથી સેવાનિવૃત્ત કરી દીધા.
જે 19 અધિકારીઓને જબરદસ્તીથી સેવાનિવૃત્ત કર્યા તેમાંથી 10 જોઈન્ટ સેક્રેટરી સ્તરના અધિકારીઓ હોવાનું કહેવાય છે. આ તમામ અધિકારીઓ પશ્ચિમ રેલવે, મધ્ય રેલવે, એમસીએફ, સીએલડબલ્યુ, પૂર્વ રેલવે, નોર્થ ફ્રન્ટ રેલવે, દક્ષિણ પશ્ચિમ રેલવે, ડીએલડબલ્યુ, આરડીએસઓ, ઉત્તર મધ્ય રેલવે વગેરેમાં વિવિધ પદો પર કાર્યરત હતા.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતાની કાર્યશાલી માટે પ્રખ્યાત છે. તેમણે જ્યારથી રેલવે મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે ત્યારબાદ અત્યાર સુધીમાં લગભગ 77 જેટલા અધિકારીઓએ VRS લઈ લીધુ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ છેલ્લા 11 મહિનામાં 96 અધિકારીઓને વીઆરએસ આપી દેવાયું છે. અત્રે જણાવવાનું કે આ પ્રકારે આકરી કાર્યવાહી કરીને કેન્દ્ર સરકાર અને મંત્રાલય તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કામ સમયે બેદરકારી જરાય સહન નહીં કરાય અને આ નિયમ હેઠળ સરકાર કામની સમીક્ષા કરીને જબરદસ્તીથી વીઆરએસ પણ પકડાવી શકે છે.
રેલવે મંત્રી ગત મહિને ખજુરાહોની મુલાકાતે હતા જ્યાં તેમણે રેલવે અધિકારીઓને ચેતવણી આપી હતી કે જે પણ અધિકારી કામ ન કરી શકે તેઓ વીઆરએસ લઈને ઘરે બેસી જાય નહીં તો બરતરફ કરી દેવાશે. તે સમયે લલિતપુર-સિંગરૌલી રેલવે પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબને લઈને તેમણે આ નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક અધિકારીઓ સીધી જિલ્લાના સાંસદ રીતિ પાઠક પાસેથી મળેલા સૂચનો પર જાણકારી અને કેટલાક સવાલના જવાબ આપી શક્યા નહતા.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે