જ્યારે સરદાર વલ્લભભાઈના પાસપોર્ટ પર વિઠ્ઠલભાઈ વિદેશ જતા રહ્યાં....

સરદાર અને તેમના મોટાભાઈ બન્નેને વિદેશમાં જઈને ઉચ્ચ અભ્યાસ કરવાની ઈચ્છા હતી. સરદારે ઉચ્ચઅભ્યાસ માટે વિદેશ જવાની ગોઠવણ કરી. જોકે વિઠ્ઠલભાઈ પોતે જ સરદારના પાસપોર્ટ પર લંડન પહોંચી ગયાં.

જ્યારે સરદાર વલ્લભભાઈના પાસપોર્ટ પર વિઠ્ઠલભાઈ વિદેશ જતા રહ્યાં....

ઝી બ્યૂરો, અમદાવાદઃ 27 સપ્ટેમ્બર, 1873ના રોજ ઝવેરભાઈ અને લાડબાના ઘરે વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ થયો. સરદારની જેમ તેમનો જન્મ પણ ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલાં કરમસદમાં થયો હતો. અને કરમસદમાં જ તેમનો ઉછેર પણ થયો હતો. વિઠ્ઠલભાઈ પટેલ ઝવેરભાઈ અને લાડબાનું ત્રીજું સંતાન અને સરદાર પટેલના મોટાભાઈ હતાં. તેઓ પણ અભ્યાસમાં પહેલાંથી જ ખુબ તેજ હતાં. અને તેઓ વિદેશમાં વધુ અભ્યાસ કરવા જવા માંગતા હતાં. સરદાર પટેલ પણ વિદેશમાં અભ્યાસ માટે જવા માંગતા હતાં. ત્યારે આગળ જતાં એ બાબત પણ એક રોચક કહાનીમાં ફેરવાઈ ગઈ.

સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલે 1890માં સ્કૂલ ફાઇનલ અને મેટ્રિક્યુલેશનની પરીક્ષા એકસાથે આપી જેમાં અસફળ થયા. 1891માં યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ પરીક્ષા પાસ કરી. 1895માં ડિસ્ટ્રિક્ટ વકીલની પરીક્ષા પાસ કરી. ત્યાર બાદ તરત જ તેમણે ગોધરામાં વકીલાત શરૂ કરી. તેમને સારી કમાણી થવા લાગી. આટલું જ નહીં થોડાક જ સમયમાં વકીલાતના વર્તુળમાં યુવાન ક્રિમિનલ લૉયર તરીકે તેમનું સારું એવું નામ થઈ ગયું હતું. 1898માં તેઓ બોરસદ આવી ગયા અને ત્યાંથી વકીલાતનો વ્યવસાય ચાલુ રાખ્યો. અમુક સમય બાદ વલ્લભઆઈ પટેલે પણ ડિસ્ટ્રિક્ટ વકીલની પરીક્ષા પાસ કરી. શરૂઆતમાં ગોધરા પ્રૅક્ટિસ કર્યા બાદ તેઓ પણ બોરસદ જતા રહ્યા. અહીં બંને ભાઈઓએ વકીલ તરકે ખૂબ નામના મેળવી.

વલ્લભભાઈના પાસપોર્ટ પર વિઠ્ઠલભાઈ ઈંગ્લેન્ડ ભણવા ગયાઃ
સરદાર અને તેમના મોટાભાઈ બન્નેને વિદેશમાં જઈને ઉચ્ચ અભ્યાસ કરવાની ઈચ્છા હતી. સરદારે ઉચ્ચઅભ્યાસ માટે વિદેશ જવાની ગોઠવણ કરી. જોકે વિઠ્ઠલભાઈ પોતે જ સરદારના પાસપોર્ટ પર લંડન પહોંચી ગયાં. અને ત્યાં જઈને ઉચ્ચઅભ્યાસ કરીને પરત ફર્યાં. બ્રિટનમાં દાદાભાઈ નવરોજી પાસેથી શીખવા મળ્યા હતા. દાદાભાઈ નવરોજી માર્ગદર્શન હેઠળ તેઓ શીખી શક્યા કે રાજકીય સફળતાની ચાવી માત્ર આંદોલન જ છે. વકીલાતની સારી એવી કમાણી છોડી તેમણે જાહેરજીવનમાં આવીને જનસેવાનો માર્ગ અપનાવ્યો.

1912માં વિઠ્ઠલભાઈ મુંબઈના ધારાસભ્ય બન્યાંઃ
બોરસદ તાલુકા બૉર્ડ અને ખેડા ડિસ્ટ્રિક્ટ બૉર્ડની ચૂંટણીઓમાં જીત મેળવ્યા બાદ તેઓ વર્ષ 1912માં મુંબઈ ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. ચૂંટણીમાં તેમની સામે ગીરધરદાસ મંગળદાસ દેસાઈ ઉર્ફે નડિયાદના ટાટા સાહેબ મેદાને હતા. તેમને 40માંથી 28 મતો મેળવી વિઠ્ઠલભાઈએ હાર આપી. આમ, રાજકીય પગદંડી પર વિઠ્ઠલભાઈએ પ્રથમ પગલું માંડ્યું. વર્ષ 1915માં તેઓ કૉગ્રેસમાં જોડાયા.

વર્ષ 1915માં તેઓ કૉગ્રેસમાં જોડાયા. વિઠ્ઠલભાઈ પટેલની રાજકીય કારકીર્દી અંગે લખે છે કે, “વિઠ્ઠલભાઈની મુખ્ય ખ્યાતિ એક રાજકીય નેતા, સતત પ્રશ્નો પૂછીને-પ્રશ્નો ઊભા કરીને સરકારને અકળાવનારા-મૂંઝવણમાં મૂકનારા વિદ્વાન સાંસદ અને પક્ષાપક્ષીથી પર રહીને અધ્યક્ષપણું દીપાવનારા અધ્યક્ષ તરીકેની રહી.” વિઠ્ઠલભાઈએ વર્ષ 1916માં દેશમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાની વાત કરી હતી. તેમના સતત પ્રયાસોના કારણે 1917માં મુંબઈ ધારાસભામાં એ ખરડો રજૂ થયો પરંતુ પસાર ન થયો.

એ વખતે એક કાયદાકીય જોગવાઈ એવી હતી કે હિંદુ લગ્નમાં પતિપત્ની બંને જુદી જ્ઞાતિના હોય તો એ લગ્ન્ કાયદેસર ન ગણાય. તેને કારણે આંતરજ્ઞાતીય લગ્ન પછી છૂટાછેડાનો વારો આવે ત્યારે પત્નીને ઘણું વેઠવું પડે. તેમણે કેન્દ્રીય ધારાસભામાં સ્ત્રીઓના હક્કમાં ખરડો રજૂ કર્યો. ત્યારે રવીન્દ્રનાથ ટાગોર સહિત બીજા ઘણા અગ્રણીઓએ તેને વધાવ્યો અને ટેકો આપ્યો. વિઠ્ઠલભાઈની ખૂબી એ હતી કે તે મ્યુનિસિપલ કૉર્પોરેશન-ધારાસભાના રાજકારણમાં રસ, સક્રિયતા અને વિશ્વાસ ધરાવતા હોવા છતાં લોકઆંદોન અને જમીની વાસ્તવિકતાઓ સાથે પણ સીધો નાતો રાખતા હતા.

વિઠ્ઠલભાઈ પટેલને ‘ભારતીય સંસદના પિતા’ ગણાવાયા:
વિઠ્ઠલભાઈ પટેલના 100મા જન્મદિવસે લોકસભા સચિવાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલ પુસ્તિકામાં લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અનંતશયનમ્ આયંગર દ્વારા લખાયેલ એક લેખમાં વિઠ્ઠલભાઈ પટેલને ‘ભારતીય સંસદના પિતા’ ગણાવાયા છે.

મોતીલાલ નહેરુ સાથે મળીને રાજકીય પક્ષ બનાવ્યોઃ
મોતીલાલ નહેરુ, વિઠ્ઠલભાઈ પટેલ અને હકીમ અજમલ ખાન જેવા નેતાઓ આગામી પ્રાદેશિક અને કેન્દ્રીય ધારાસભાની ચૂંટણીમાં ભાગ લેવાના પક્ષમાં હતા. આ હેતુ માટે એક જાન્યુઆરી, 1923ના રોજ સ્વરાજ પક્ષની સ્થાપના થઈ. 145 સભ્યોવાળી ધારાસભામાં સ્વરાજ પક્ષના 45 સભ્યો ચૂંટાઈ આવ્યા.આ સભ્યોમાં પંડિત મોતીલાલ નહેરુ, લાલા લાજપતરાય, બિપિનચંદ્ર પાલ અને વિઠ્ઠલભાઈ પટેલ જેવાં નામ સામેલ હતાં. સ્વરાજ પક્ષનો હેતુ ધારાસભાની અંદર રહીને અવરોધો પેદા કરીને શાસન અશક્ય બનાવવાનો હતો. તેઓ 1925થી 1930 સુધી સતત કેન્દ્રીય ધારાસભાના અધ્યક્ષ રહ્યા હતા. દાંડીકૂચ પછી ધારાસભાના અધ્યક્ષપદેથી રાજનામું આપ્યું. 

મૃત્યુ બાદ કેન્દ્રીય ધારાસભાના પ્રથમ અધ્યક્ષ રહેલા સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાટાભાઈ વિઠ્ઠલભાઈના વસિયતનામા અંગે પણ વિવાદ સર્જાયો હતો. આ વિવાદ અંગે પુસ્તક 'વિઠ્ઠલભાઈ લાઇફ ઍન્ડ ટાઇમ્સ'ના લેખક ગોરધનભાઈ પટેલ નોંધે છે કે, "જો વિઠ્ઠલભાઈની સમગ્ર જિંદગી ગેરસમજણ અને અધૂરા સમજાયેલા હેતુઓ કે ઇરાદાઓની હારમાળા હોય તો ભારત માટે તેમણે લખેલ અંતિમ દસ્તાવેજ પણ એટલો જ વિવાદાસ્પદ રહ્યો છે." 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news