ધૂંધવાયેલા પાકિસ્તાન તરફથી સમુદ્રી રસ્તે આતંકી હુમલાની આશંકા! નેવી હાઈ અલર્ટ પર 

જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. સમુદ્રી રસ્તે પાકિસ્તાન તરફથી સંભવિત આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ભારતીય નેવીને હાઈ અલર્ટ પર રખાઈ છે.

ધૂંધવાયેલા પાકિસ્તાન તરફથી સમુદ્રી રસ્તે આતંકી હુમલાની આશંકા! નેવી હાઈ અલર્ટ પર 

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. સમુદ્રી રસ્તે પાકિસ્તાન તરફથી સંભવિત આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ભારતીય નેવીને હાઈ અલર્ટ પર રખાઈ છે. પૂર્વ અને પશ્ચિમ એમ બંને સમુદ્રી સરહદે મુંબઈ જેવા કોઈ આતંકી હુમલાના જોખમને ટાળવા માટે જહાજ અને એરક્રાફ્ટ 24 કલાક હાઈ અલર્ટ પર છે. 

ઉલ્લેખનીય છે કે જેસલમેરમાં પણ પશ્ચીમી સરહદે બીએસએફ અને ભારતીય વાયુસેનાને હાઈ અલર્ટ પર રાખવામાં આવી છે. વાત જાણે એમ છે કે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે પાકિસ્તાન તરફથી મુજાહિદ્દીન બટાલિયન ઘૂસણખોરી કરી શકે છે. કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદથી રાજસ્થાન અને પંજાબની સરહદે સ્થિતિ તણાવપૂર્ણ છે. 

જુઓ LIVE TV

બોર્ડર પર આંતરિક સુરક્ષા માટે વધારાના અર્ધસૈનિક દળોને તહેનાત કરાયા છે. રાજસ્થાનની સરહદે બીએસએફનું ઓપરેશન અલર્ટ જાહેર કરાયું છે. વધારાની ચોકસાઈ સાથે ઓપરેશનલ તૈયારીઓને મજબુત કરાઈ છે. અહીં પશ્ચિમી સરહદે આવેલા એરબેસથી ફાઈટર વિમાનોનો અભ્યાસ વધારાયો છે. 

નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન ઘૂંધવાયું છે. પાકિસ્તાને લાહોરથી નવી દિલ્હી આવતી બસ સેવા પણ બંધ  કરી છે. આ સાથે જ રાજસ્થાનના બાડમેર આવતી થાર એક્સપ્રેસને પણ રોકવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસ પણ અટકાવી અને પોતાના તરફથી ભારત સાથે વ્યાપારિક સંબંધ પણ ખતમ કર્યાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news