4999 રૂપિયામાં 32 ઇંચનું Smart LED TV, ખરીદવા માટે આધારકાર્ડ જરૂરી

 4999 રૂપિયામાં 32 ઇંચનું Android Smart TV કરવાનો દાવો કર્યો છે Samy Informatics નામની કંપનીએ.

4999 રૂપિયામાં 32 ઇંચનું Smart LED TV, ખરીદવા માટે આધારકાર્ડ જરૂરી

અમદાવાદ : 4999 રૂપિયામાં 32 ઇંચનું Android Smart TV કરવાનો દાવો કર્યો છે Samy Informatics નામની કંપનીએ. આ ભારતની કંપની છે અને મળતી માહિતી અનુસાર આ ટીવીને મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયા હેઠળ લોન્ચ કરવામાં આવનાર છે. દાવો કરવામાં આવી રહ્યું છે કે આ ટીવી ભારતમાં બન્યું છે. લોન્ચ ઇવ્ન્ટ દિલ્હીના Constitution Clubમાં આયોજીત કરવામાં આવી હતી. ચીફ ગેસ્ટ તરીકે ભાજપનાં મેંબર અને મહિલા મોરચાનાં વાઇસ પ્રેસિડેન્ટ સોનાલી ફોગાટ હાજર રહ્યા હતા. જો કે કંપનીએ તેમ પણ કહ્યું છે કે 4999 રૂપિયા ઉપરાંત જીએસટી અને શિપિંગ ચાર્જ અલગથી લેવામાં આવશે. 

SAMYના એન્ડ્રોઇડ ટીવી એપમાં પ્રાઇસ બ્રેકઅપ આ પ્રકારે છે. 
બેઝ પ્રાઇસ-4999 
જીએસટી મિલ કર પ્રાઇસ 5898.82
- શિપિંગ કોસ્ટ 2124 રૂપિયા (ભારતમાં)
- ટોટલ પ્રાઇસ 8022 રૂપિયા
એટલે કે કહેવા માટે તો આ ટીવી 4999 રૂપિયાનું છે. જો કે તમે તેને ખરીદો તો તે તમને 8 હજાર રૂપિયા ચુકવવા પડશે. જો કે તે ઘટી શકે છે. જો દિલ્હી, ઓનએડા, ગુંડગાંવ અને ફરીદાબાદમાંથી ખરીદો છો તો શિપિંગ કોસ્ટ ઘટશે. કંપની અનુસાર આ ટીવીને ખરીદવા માટે તમારે આધારકાર્ડ આપવું જરૂરી છે. પહેલા SAMY નામનો એપ ડાઉનલોડ કરવાનો છે. અહીં જરૂરી માહિતી આપવાની છે. આધાર વગર તમે ટીવી નહી ખરીદી શકો. અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે કંપની 2 વર્ષ 7 મહિના પહેલા મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં નોંધાયેલી છે. તેનાં ત્રણ ડાયરેક્ટર છે અવિનાશ મહેતા, હરપિંદર સિંહ કુકા અને શશિ શેખર.

વેબસાઇટ પર રહેલી માહિતી અનુસાર ટીવી ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝ (વહેલા તે પહેલા)ના ધોરણે મળશે. જો કે કમપની તરફથી એમ પણ કહેવાયું છેકે આ ટીવી ઓફલાઇન પણ મળશે. લોન્ચ ઇવેન્ટ દરમિયાન સેમી ઇનફોમેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ ડાયરેક્ટર અવિનાશ મહેતાએ કહ્યું કે, અમે વેલ્યુ ફોર મનીનાં વાઇડ વેરાઇટી પ્રીપોઝિશન સાથે આવ્યા છીએ. માર્કેટમાં ઘણુ પોટેંશિયલ છે અને દેશમાં એક મોટો તબક્કો છે જેની પાસે પહોંચ છે. અર્બન અને સેમી અપઅર્બન ઉપરાંત ગ્રામીણ માર્કેટ પણ ઝડપથી વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને સ્ટાર્ટ અપ ઇન્ડિયા હેઠળ ઓછી આવક ધરાવતા લોકો 4999 રૂપિયામાં સ્માર્ટ ટીવી પુરૂ પાડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news