ભારતીયોમાં પારિવારિક બચતની પ્રવૃત્તિમાં થયો ઘટાડો, માથાદીઠ દેવું વધ્યું

ભારતીય પરિવારોનું દેવું પાંચ વર્ષમાં બમણું થઈ ગયું છે, જેની સામે આવકમાંથી થતો ખર્ચ માત્ર દોઢ ગણો જ વધ્યો છે, જેનું પરિણામ એ આવ્યું છે કે, દેશની કુલ બચતમાં 4%નો મોટો ઘટાડો નોંધાયો છે અને તે હવે 34.6 ટકાથી ઘટીને 30.5 ટકા થઈ ગઈ છે. ભારતીયો માથે દેવું વધવાનું મુખ્ય કારણ બચતની પ્રવૃત્તિમાં થયેલો ઘટાડો છે. 
 

ભારતીયોમાં પારિવારિક બચતની પ્રવૃત્તિમાં થયો ઘટાડો, માથાદીઠ દેવું વધ્યું

નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્રનો(Indian Economy) પ્રાણ કહેવાતી 'ઘરેલુ બચત' (Family Savings)ની હવા નિકળી ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય પરિવારોના માથે દેવું 58 ટકા વધીને 7.5 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. વર્ષ 2017માં દેવામાં આ વધારો માત્ર 22 ટકા જ હતો. આ આંકડો દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બે્નક ઓફ ઈન્ડિયાની રિસર્ચ વિંગ દ્વારા આપવામાં આવ્યો છે. 

ભારતીય પરિવારોનું દેવું(Debt) પાંચ વર્ષમાં બમણું થઈ ગયું છે, જેની સામે આવકમાંથી થતો ખર્ચ (Disposable Income) માત્ર દોઢ ગણો જ વધ્યો છે, જેનું પરિણામ એ આવ્યું છે કે, દેશની કુલ બચતમાં 4%નો મોટો ઘટાડો નોંધાયો છે અને તે હવે 34.6 ટકાથી ઘટીને 30.5 ટકા થઈ ગઈ છે. ભારતીયો માથે દેવું વધવાનું મુખ્ય કારણ બચતની પ્રવૃત્તિમાં થયેલો ઘટાડો છે.  

બચત(Savings)માં થયેલા આ મોટા ઘટાડાનું સૌથી મોટું કારણ ઘરેલુ સ્તરે બચતમાં થયેલો ઘટાડો છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય પરિવારોની બચતમાં 6 ટકાનો ઘટાડો થયો છે. નાણાકિય વર્ષ 2012માં ઘરેલુ બચત દર 23.6 ટકા હતો, જે વર્ષ 2018માં ઘટીને 17.2 ટકા રહી ગયો છે. બચતમાં થયેલા આ ઘટાડાની સીધી અસર દેશના અર્થતંત્ર પર જોવા મળી રહી છે. 

દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે, માત્ર ધિરાણ દર ઘટાડવાથી આ મુશ્કેલીમાંથી બહાર નિકળી શકાશે નહીં. હવે સરકારે વધુ પગલાં પણ લેવાં પડશે. એસબીઆઈએ તેના રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું છે કે, કેપિટલ ગેઈન ટેક્સને દૂર કર્યા પછી 2018માં નાણાકિય બચત પર થોડી અસર જોવા મળી હતી, પરંતુ 2019માં તેમાં ફરી ઘટાડો નોંધાયો છે. 

સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રકમનો ખાસ કરીને મૂડીગત ખર્ચમાં ઓછો ઉપયોગ થયો છે. સરકારે અત્યાર સુધી માત્ર 32 ટકા રકમનો જ ખર્ચ કર્યો છે. જેની સામે ગયા વર્ષે આ દરમિયાન સરકારે 37.1 ટકા રકમનો ખર્ચ કર્યો હતો. આમ, આ આંકડા દર્શાવે છે કે દેશમાં આર્થિક મંદીના મૂળિયા ઘણા ઊંડા છે. હવે એ જોવાનું છે કે, સરકાર દ્વારા આપવામાં આવનારા જુદા-જુદા બેલઆઉટ પેકેજ આ મંદીને દૂર કરવામાં કેટલા સફળ થાય છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news