ભારતનો કોઇ સૈનિક અમારી કસ્ટડીમાં નહી, તણાવ ઘટાડવા માટેના અમારા પ્રયાસો: ચીન

ભારત અને ચીન વચ્ચે ચાની રહેલા તણાવ વચ્ચે ચીનનું કહેવું છે કે હાલમાં તેનાં કોઇ પણ ભારતીય સૈનિકને કસ્ટડીમાં નથી લીધો. તે ચીનનું કહેવું છે કે ભારતની સાથે તણાવને ઘટાડવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ બાદ ચીની સેના દ્વારા કેટલાક ભારતીય સૈનિકોને બંધી બનાવવામાં આવ્યા હોવાના સમાચાર અંગે ચીને સ્પષ્ટતા કરી છે. 

ભારતનો કોઇ સૈનિક અમારી કસ્ટડીમાં નહી, તણાવ ઘટાડવા માટેના અમારા પ્રયાસો: ચીન

બીજિંગ : ભારત અને ચીન વચ્ચે ચાની રહેલા તણાવ વચ્ચે ચીનનું કહેવું છે કે હાલમાં તેનાં કોઇ પણ ભારતીય સૈનિકને કસ્ટડીમાં નથી લીધો. તે ચીનનું કહેવું છે કે ભારતની સાથે તણાવને ઘટાડવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ બાદ ચીની સેના દ્વારા કેટલાક ભારતીય સૈનિકોને બંધી બનાવવામાં આવ્યા હોવાના સમાચાર અંગે ચીને સ્પષ્ટતા કરી છે. 

ચીનનું કહેવું છે કે હાલમાં તેની કસ્ટડીમાં કોઇ પણ ભારતીય સૈનિક નથી. ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે તણાવપુર્ણ વાતાવરણમાં મીડિયાનાં સવાલોનો જવાબ આપતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાએ લિજિયને કહ્યું કે, જ્યાં સુધી મને માહિતી છે, હાલમાં કોઇ પણ ભારતીય સૈનિકો અમારી કસ્ટડીમાં નથી. બીજી તરફ જ્યારથી પુછવામાં આવ્યું કે, શું ભારતે કોઇ ચીની સૈનિકને કસ્ટડીમાં લીધો છે તેનાં જવાબમાં ઝાઓ લિજિયને કહ્યું કે, ચીન અને ભારત રાજદ્વારી સૈન્ય ચેનલોનાં માધ્યમથી આ મુદ્દાનો ઉખેલ લાવવા માટે વાતચીતમાં લાગેલા છે. મારી પાસે હાલ તે અંગેની કોઇ જ માહિતી નથી. 

ઝાઓ લિજિયને કહ્યું કે, ભારતની સાથે ચીન મહત્વ આપે છે અને આશા રાખે છે કે, ભારત સંયુક્ત રીતે દ્વિપક્ષીય સંબંધોને લાંબાગાળાનો વિકાસને સુનિશ્ચિત કરશે. ઝાઓએ કહ્યું કે ચીની અને ભારત, રાજદ્વારી રીતે સૈન્ય રીતે તણાવને ઘટાડવા માટે જોર આપી રહ્યું છે. 

વધારે જવાનોને તહેનાત કરવામાં આવ્યા
બીજી તરફ મેજર જનરલ સ્તરની વાતચીત બાદ 10 ભારતીય જવાનોને ચીની સેનાએ ગુરૂવારે સાંજે એટલે કે ઘર્ષણનાં ત્રણ દિવસ બાદ છોડ્યું. બંધક બનાવાયેલા જવાનોમાંથી બે સૈન્ય અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ 10 ભારતીય જવાનોને પરત ફર્યા પછી પણ ગલવાન ખીણમાં સ્થિતી તણાવપુર્ણ છે. ગલવાન ઘાટી અને પ્યોંગયોગ તળાવની નજીક બંન્ને દેશો તરફથી વધારાનાં જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news