હવે એક-એક ઈંચ જમીન માટે માર ખાશે ચીન! ભારતે કરી છે આ તૈયારી

ભય બિન હો ન પ્રીત. ગલવાન બાદ પૈંગોંગમાં ભારતના પરાક્રમથી હેરાન ચીનનો અહંકાર તૂટતો જોવા મળી રહ્યો છે. જે છેલ્લા 24 કલાકમાં ચીને આપેલા તેના 5 નિવેદનોથી સ્પષ્ટ થયા છે. ભારતની જે જમીન પર ચીન કબજો કરવા માંગે છે. હવે તે ચીન ડરીને સ્પષ્ટતા કરે છે કે, તેણે ક્યારે બીજા દેશની એક ઈંચ જમીન પર કબજો કર્યો નથી.
હવે એક-એક ઈંચ જમીન માટે માર ખાશે ચીન! ભારતે કરી છે આ તૈયારી

નવી દિલ્હી: ભય બિન હો ન પ્રીત. ગલવાન બાદ પૈંગોંગમાં ભારતના પરાક્રમથી હેરાન ચીનનો અહંકાર તૂટતો જોવા મળી રહ્યો છે. જે છેલ્લા 24 કલાકમાં ચીને આપેલા તેના 5 નિવેદનોથી સ્પષ્ટ થયા છે. ભારતની જે જમીન પર ચીન કબજો કરવા માંગે છે. હવે તે ચીન ડરીને સ્પષ્ટતા કરે છે કે, તેણે ક્યારે બીજા દેશની એક ઈંચ જમીન પર કબજો કર્યો નથી.

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, દ્વિપક્ષીય સંબંધ અને શાંતિ માટે બંને પક્ષો જરૂરી પગલાં લઇ રહ્યાં છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ નિવેદન આપ્યું કે, ચીન બોર્ડર પર શાંતિ અને પ્રતિબદ્ધ અને તેની તરફથી ક્યારે પરિસ્થિતિ ખરાબ થશે નહીં.

જો કે, ભારતમાં ચીનના દૂતાવાસે નિવેદન આપતા કહ્યું કે, ભારતે ચીનના ક્ષેત્રીય સંપ્રભુતાનું ઉલ્લંઘન કર્યું છે. ચીનની સેનાએ નિવેદન આપ્યું કે, ભારતની સેનાએ LAC ક્રોસ કરી છે એટલે તણાવ ઘટાડવા માટે ભારતીય સેના પરત ફરે. ચીનના વિદેશ મંત્રાલયે વધુ એક નિવેદન આપતા કહ્યું કે, બોર્ડર વિવાદ પર ભારત અને ચીન વચ્ચે વાતચીત ચાલે છે.

પરંતુ વાતચીનના નાટક વચ્ચે ચીન સતત યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. એવામાં સવાલો ઉભા થઇ રહ્યાં છે કે, ભારતીય સેનાનો પરાક્રમી પ્રહાર ચીનના અહંકારની દિવાર તોડશે? શું ગલવાન-પૈંગૌંગ માત્ર નાટક છે અને અંતિમ રણનીતિ હજી બાકી છે? શું ચીન ટાઇમપાસની પાછળ યુદ્ધની તૈયારી કરે છે? શું દક્ષિણ પૈંગોંગમાં ભારતના પરાક્રમ બાદ ચીન ભયભીત છે અથવા તો નવી તક શોધી રહ્યું છે? શું ચીન તેના પાડોશી ભારત સાથે યુદ્ધનો આંતરરાષ્ટ્રીય રિસ્ક લેવા જઇ રહ્યું છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news