PM ઈંદિરા ગાંધીને કેમ લાગતો હતો આ અધિકારીથી ડર? જાણો આયરન લેડીને 'સ્વીટી' કહેતા ગુજ્જુ ઓફિસરની કહાની

Field Marshal Sam Manekshaw Death Funeral: સામ માણેકશા ભારતીય આર્મીના એક એવા અધિકારી હતા કે જેમણે વર્ષ 1971ના યુદ્ધમાં દુશ્મન દેશ પાકિસ્તાનને પોતાની રણનીતિના દમ પર મ્હાત આપી હતી. 27 જૂનના રોજ તેમનું નિધન થયું હતું.

  • પેટમાં આઠ ગોળી વાગી છતાં લડાઈ ચાલુ રાખી...
  • જેને હાથ મિલાવવા લાગતી પાકિસ્તાની સૈનિકોની લાઈન! 
  • ઈંદિરા ગાંધીને આપેલા વચન માટે જેણે પાક.ના કર્યા'તા બે ફાડીયાં!
  • હાલમાં તેમના પર બની રહી છે બોલીવુડની ફિલ્મ

Trending Photos

PM ઈંદિરા ગાંધીને કેમ લાગતો હતો આ અધિકારીથી ડર? જાણો આયરન લેડીને 'સ્વીટી' કહેતા ગુજ્જુ ઓફિસરની કહાની

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ આજનો દિવસ દેશના અને સેનાના ઈતિહાસ માટે વિશેષ છે. આજનો દિવસ એક વિશેષ વ્યક્તિને યાદ કરવાનો દિવસ છે. જેમણે વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને પરાસ્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ આર્ટિકલમાં જાણીશું ભારતીય આર્મીના એક અદભુત અધિકારી વિશેની જાણી અજાણી વાતો. આ અધિકારી બીજા કોઈ નહીં પણ સામ માણેકશા છે. એ જ માણેકશા જેમણે જેમણે પાકિસ્તાનને યુદ્ધમાં પરાસ્ત કરીને બાંગ્લાદેશનો જન્મ થયો.

વર્ષ 1914માં 3 એપ્રિલના રોજ દેશના મહાન યોદ્ધા સામ માણેકશાનો જન્મ થયો હતો. 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં પાકિસ્તાનને મ્હાત આપી હતી અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો. હિન્દુસ્તાનની તવારીખના આ મહત્વના યુદ્ધમાં એક ગુજરાતી પારસી નામે સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ સામ કે સેમ માણેકશાના હુલામણા નામે ઓળખાતા. 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધ વખતે તેઓ ભારતના સેનાધ્યક્ષ હતા.

સામ માણેકશા પોતાના મસ્ત મૌલા સ્વભાવ માટે જાણીતા હતાં. કામમાં પર્ફેક્શન અને નિયમિતતા એજ તેમનો મોટો ઉદેશ્ય હતો. એકવાર તત્કાલિન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીને મેડમ કહીને સંબોધવાની ચોખ્ખી ના પડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે આ સંબોધન 'એક ખાસ વર્ગ' માટે થાય છે. માણેકશા એ કહ્યું કે તેઓ તેમને 'પ્રધાનમંત્રી' જ કહેશે. બીજા વિશ્વયુદ્ધ વખતે પેટમાં આંઠ ગોળી વાગ્યા બાદ પણ લડતા રહ્યાં હતાં. અને આ રીતે લડત આપીને આજે બ્રહ્મદેશના મોરચે ટેકરી પર કર્યો કબ્જો હતો.

સામ એક રવિવારે અચાનક કાર બહાર કાઢીને ઑફિસ જવા નીકળી પડ્યા. તેમણે શૉર્ટ્સ અને પેશાવરી ચંપલ પહેર્યાં હતાં. ફૉર્ટ વિલિયમના પ્રવેશદ્વાર પર એક ગોરખા સૈનિકે તેમને રોક્યા અને તેમનું ઓળખપત્ર માગ્યું. સામ પોતાનું ઓળખપત્ર ઘરે ભૂલી ગયા હતા એટલે તેમને તેમની જ ઑફિસમાં પ્રવેશવા દેવાયા નહીં. બાદમાં કમાડિંગ ઓફિસરને કોલ કર્યો અને સામ માણેકશા અંદર પહોંચ્યં. સામ માણેકશાના કહેવાથી કમાન્ડિંગ ઑફિસરે ગોરખા સૈનિકને ઈમાનદારીથી ફરજ બજાવવા બદલ જોરદાર શાબાશી આપી.

યુદ્ધ પહેલાં માણેક્શાએ પાકિસ્તાની રાજદૂતના પત્નીને ચુંબન કર્યું:
સામ માણેકશા નવેમ્બર 1971માં સોવિયેત સંઘની મુલાકાતે ગયા હતા. ત્યાં તેઓ બોલશોઈ થિયેટર ગયા ત્યારે સોવિયેત સંઘ ખાતેના પાકિસ્તાનના રાજદૂત જમશીદ માર્કર અને તેમનાં પત્ની ડાયના સાથે આકસ્મિક મુલાકાત થઈ. જમશીદ ક્વેટાના રહેવાસી હતા અને સામ માણેકશા 1943માં સ્ટાફ કૉલેજમાં અભ્યાસ કરતા હતા એ સમયથી તેમને જમશીદ સાથે દોસ્તી હતી. સામ ઉમળકાભેર જમશીદને ભેટી પડ્યા હતા અને પારસી પરંપરા મુજબ જમશીદનાં પત્નીના ગાલે ચુંબન કર્યું હતું. બન્ને થોડીવાર સુધી ગુજરાતીમાં એકમેકનાં ખબરઅંતર પૂછતા રહ્યા હતા. રશિયનો એ હકીકતથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે બન્ને દેશે વચ્ચે આગામી થોડા દિવસમાં યુદ્ધ થવાનું છે એવું આ બન્નેના વ્યવહારને જોતાં જરાય લાગતું નથી.

જ્યારે સામ ઈંદિરાને સ્વીટી કહીને સંબોધતા...
લગભગ 7 મહિના પછી તેણે તૈયારીઓ પૂરી કરી અને બાંગ્લાદેશનું યુદ્ધ લડ્યું. જ્યારે ઈન્દિરા ગાંધીએ તેમને યુદ્ધ પહેલા ભારતીય સેનાની તૈયારી વિશે પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો, 'હું હંમેશા તૈયાર છું, સ્વીટી.'

ઈંદિરા ગાંધીને તખ્તાપલટનો લાગતો હતો ડરઃ
ઈંદિરા ગાંધીએ સામ માણેક્શાને જે પ્રકારે પ્રમોટ કર્યા હતા અને પાકિસ્તાન સામે 71નું યુદ્ધ જીત્યા બાદ તેમનો રુતબો વધી ગયો હતો. ત્યારે એવું કહેવાય છેકે, ઈંદિરા ગાંધીના મનમાં પણ માણેક્શા વિશે કેટલાંક લોકોએ રાગ ઉભો કરીને ખોટી વાતો ભરમાવવાનો પ્રયાસ કર્યો હતો. સામ પાસે સત્તા હશે તો તે તખ્તાપલટ કરી શકે છે એવી વાતો પણ ત્યારે વહેતી થઈ હતી. ત્યારે ઈંદિરા ગાંધીને પણ તે સમયે તખ્તાપલટનો ડર સતાવતો હતો. પછી તેમણે આ મામલે સામે ચાલીને માણેક્શા સાથે વાતચીત કરી લીધી હતી.

પાકિસ્તાની સૈનિકો પણ માણેક્શા સાથે હાલ મીલાવવા લગાવતા લાઈનઃ
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહે પણ માણેકશા સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો છે. તેઓ લખે છે, "1971ના યુદ્ધ પછી, 90,000 પાકિસ્તાનીઓને બંદી બનાવવામાં આવ્યા હતા. કેપ્ટિવ કેમ્પમાં, પાકિસ્તાન આર્મીના સુબેદાર મેજરની રેન્કમાંથી બહારથી કોઈએ પ્રવેશવાની પરવાનગી માંગી હતી. હાર પછી આ પ્રકારનું સન્માન સામાન્ય રીતે અપેક્ષિત છે. જ્યારે સુબેદાર મેજરે જોયું તો ત્યાં બીજું કોઈ નહીં પણ વિજયી ભારતીય સેનાના વડા જનરલ સામ માણેકશા હતા.પાકિસ્તાની બંધકો માટે કરવામાં આવેલી વ્યવસ્થા વિશે પૂછીને સામ બહાદુરે પાકિસ્તાની વિધવાઓને ધીરજ આપી, તેમના દ્વારા કરવામાં આવેલ ભોજન. ખાધું, અને બધા ભળી ગયા. જ્યારે તેઓ જવા લાગ્યા ત્યારે સુબેદાર મેજરે તેમને કંઈક કહેવાની પરવાનગી માંગી. સુબેદાર મેજરે કહ્યું - "મને હવે ખબર પડી કે ભારત શા માટે યુદ્ધ જીત્યું. તે એટલા માટે છે કે તમે તમારા સૈનિકોની સંભાળ રાખો છો. તમે અમને મળવા આવ્યા છો તે રીતે અમારા પોતાના લોકો અમને મળતા નથી. તે પોતાની જાતને નવાબજાદે માને છે." ફિલ્ડ માર્શલ સામ માણેકશા જેવી એક વસ્તુ હતી, જે તેના દુશ્મનોને વિશ્વાસ અપાવતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news