ભારતીય વાયુસેનાની મોટી સિદ્ધિ, 300 કિમી દૂરથી જ દુશ્મનનો કરી નાખશે ખાતમો
Trending Photos
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ પહેલીવાર સુખોઈ-30 ફાઈટર વિમાનથી બ્રહ્મોસ મિસાઈલનું આકાશમાંથી જમીન પર સફળ રીતે નિશાન સાધ્યું. સુખોઈથી ફાયર કરાયેલી બ્રહ્મોસે પોતાનું અચૂક નિશાન લગાવ્યું અને તેને સંપૂર્ણ રીતે તબાહ કરી નાખ્યો. બ્રહ્મોસને સુખોઈ દ્વારા 22 નવેમ્બર 2017ના રોજ સમુદ્રમાં નિશાન તરીકે ઉપયોગમાં લેવાતા એક જહાજ પર ફાયર કરાઈ ચૂક્યું છે. પરંતુ જમીન લક્ષ્ય પર સફળતાપૂર્વક હુમલો એક મોટી ઉપલબ્ધિ છે. એટલે કે હવે ભવિષ્યમાં બાલાકોટ જેવા કોઈ ઠેકાણાને તબાહ કરવા માટે ફાઈટર એર ક્રાફ્ટ મોકલવાની જરૂર પડશે નહીં. પરંતુ તેને 300 કિમી દૂરથી જ બ્રહ્મોસ દ્વારા તબાહ કરી શકાશે.
ભારતીય વાયુસેના લાંબા સમયથી બ્રહ્મોસને સુખોઈ 30થી ફાયર કરવા માટે કામ કરી રહી હતી. બ્રહ્મોસ ભરત અને રશિયાના સહયોગથી બનાવવામાં આવેલી છે. જે પહેલા જમીનથી ફાયર કરવા માટે બનાવવામાં આવી હતી. બાદમાં તેને નેવીના જંગી જહાજોમાં પણ લગાવવામાં આવી. પરંતુ કોઈ ફાઈટર એરક્રાફ્ટથી ફાયર કરવા માટે ખુબ મહેનત કરવી પડી.
પહેલા રશિયા પાસે સહયોગ માંગવામાં આવ્યો, પરંતુ ખર્ચ ખુબ વધી જવાના કારણે આ યોજના પર ઠંડુ પાણી ફરી વળ્યું. ત્યારબાદ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે તેની જવાબદારી લીધી. આ માટે સુખોઈ-30માં કેટલાક ફેરફાર કરવા પડ્યાં અને બ્રહ્મોસ મિસાઈલમાં પણ ફેરફાર કરાયા. ફાઈટર એરક્રાફ્ટથી ફાયર કરવા માટે મિસાઈલનું વજન ઘટાડીને 2.5 ટન કરવામાં આવ્યું.
જુઓ LIVE TV
22 નવેમ્બર 2017ના રોજ સમુદ્રમાં જહાજ પર ફાયર કર્યા બાદ જમીન પરના નિશાન પર સટીક રીતે ફાયર કરવા માટે પણ બે વર્ષ તૈયારીઓ કરવામાં આવી. જમીન પર ફાયર કરવા માટે મિસાઈલ વધુ સટીક હોવી જરૂરી છે. જેથી કરીને માત્ર નિશાનને તબાહ કરી શકાય અને આસપાસના કોઈ નુકસાનને ટાળી શકાય. સુખોઈ-30ની 300 કિમીની રેન્જમાં ફાઈટર એરક્રાફ્ટની રેન્જ પણ મળવાથી હવે દુશ્મનના બહુ દૂરના ઠેકાણા પણ વાયુસેનાની મારક ક્ષમતામાં રહેશે. બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ છે, જેની ઝડપ 2.8 મેક છે. એટલે કે તે અવાજની ગતિથી અઢી ગણી ઝડપથી હુમલો કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે