બાલાકોટમાં IAFની એર સ્ટ્રાઈકમાં જૈશના જેહાદી ટ્રેનર-સીનિયર કમાન્ડર બધાનો ખાતમો: વિદેશ સચિવ

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર પાકિસ્તાન સમર્થિત જૈશ એ મોહમ્મદ દ્વારા કરાયેલા આતંકી હુમલામાં પોતાના 40 જવાનોની શહાદતથી આક્રોશમાં આવેલા ભારત તરફથી આજે મંગળવારે વહેલી સવારે પીઓકેમાં જૈશ એ મોહમ્મદના પ્રમુખ ઠેકાણા પર કહેર મચાવવામાં આવ્યો. ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી આ 'સર્જિકલ સ્ટ્રાઈક'થી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા જેશના આતંકી કેમ્પોને નિશાન બનાવતા બોમ્બ વર્ષા કરવામાં આવી. ભારતીય વાયુસેનાની આ  કાર્યવાહીની ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી શેર કરી. 
બાલાકોટમાં IAFની એર સ્ટ્રાઈકમાં જૈશના જેહાદી ટ્રેનર-સીનિયર કમાન્ડર બધાનો ખાતમો: વિદેશ સચિવ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર પાકિસ્તાન સમર્થિત જૈશ એ મોહમ્મદ દ્વારા કરાયેલા આતંકી હુમલામાં પોતાના 40 જવાનોની શહાદતથી આક્રોશમાં આવેલા ભારત તરફથી આજે મંગળવારે વહેલી સવારે પીઓકેમાં જૈશ એ મોહમ્મદના પ્રમુખ ઠેકાણા પર કહેર મચાવવામાં આવ્યો. ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી આ 'સર્જિકલ સ્ટ્રાઈક'થી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા જેશના આતંકી કેમ્પોને નિશાન બનાવતા બોમ્બ વર્ષા કરવામાં આવી. ભારતીય વાયુસેનાની આ  કાર્યવાહીની ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી શેર કરી. 

વિજય ગોખલેએ જણાવ્યું કે 14 જાન્યુઆરીના રોજ પુલવામામાં પાક સમર્થિત જૈશ એ મોહમ્મદના આતંકીઓએ  હુમલો કર્યો. બહાવલપુરમાં બેઠેલા જેશના ચીફ મસૂદ અઝહર અને તેના આતંકીઓએ તેને અંજામ આપ્યો. પાકમાં અનેક જેહાદી કેમ્પ ચાલે છે. પાકિસ્તાન તેના પર કોઈ કાર્યવાહી કરતું નથી. ઈન્ટેલિજન્સ ઈનપુટ હતી કે જૈશના આતંકીઓ અન્ય વિસ્તારોમાં પણ ફિદાયીન હુમલો કરી શકે છે. બાલાકોટમાં સીનિયર કમાન્ડર સહિત અનેક આતંકીઓ માર્યા ગયાં. જૈશના કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યાં. જેમાં સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન ન પહોંચે તેનું ખ્યાલ રાખવામાં આવ્યું હતું. 

— ANI (@ANI) February 26, 2019

આ હુમલામાં મસૂદ અઝહરનો નજીકનો સંબંધી મૌલાના યુસૂફ અઝહર, જે જૈશ એ મોહમ્મદનો ટોપ કમાન્ડર હતો તે પણ માર્યો ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે સતત વધી રહેલા હુમલાને જોતા આ પ્રકારની મોટી કાર્યવાહી જરૂરી હતી. છેલ્લા બે દાયકાથી જૈશ પાકિસ્તાનમાં એક્ટિવ છે. ભારત સતત જૈશ વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરતુ આવ્યું છે. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભારતીય વાયુસેનાએ આજે વહેલી સવારે 3.30 કલાકે બોમ્બ વર્ષા કરી. પુલવામા હુમલા બાદ થયેલી આ કાર્યવાહીને પાકિસ્તાને પણ સ્વીકારી છે. પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું છે કે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં દાખલ થઈને કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફૂરે દાવો કર્યો કે ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઈન ઓફ કંટ્રોલનો ભંગ કર્યો છે. પાક સેનાના પ્રવક્તાએ ટ્વિટ કરી કે ભારતીય વાયુસેનાએ એલઓસીનો ભંગ કર્યો. અમે તરત  જવાબ આપ્યો અને ત્યારબાદ ભારતીય વાયુસનાના વિમાન પોતાની સરહદમાં પાછા ફરી ગયાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news