પુલવામા હુમલાનો ભારતે લીધો બદલો, પાકિસ્તાનમાં ઘૂસીને ઝીંક્યા 1000 KG બોમ્બ
ભારતીય વાયુસેનાએ આજે સવારે 03:30 વાગે આ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓને નષ્ટ કરી દીધા છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ સોમવારે પીઓકેમાં ઘુસી આતંકવાદી અડ્ડાને નષ્ટ કરી દીધા છે. પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી કેમ્પોને નિશાનો બનાવતા બોમ્બ ફેક્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય એર ફોર્સના 12 મિરાજ-2000 વિમાનોએ જૈશના આતંકવાદી અડ્ડાઓ પર 1000 કિલોથી વધારે બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. ભારતીય વાયુસેનાએ આજે સવારે 03:30 વાગે આ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓને નષ્ટ કરી દીધા છે. પુલવામા હુમલા બાદ થયેલી કાર્યવાહી પાકિસ્તાને પણ સ્વિકારી છે.
વધુમાં વાંચો: ભારતના વલણથી ગભરાયું પાક., કહ્યું- ‘પાકિસ્તાનને અલગ-થલગ કરવાનું સપનું ક્યારે પૂરુ નહીં થાય’
પાકિસ્તાની સેનાએ સ્વિકાર્યું છે કે, ભારતીય વાયુસેનાએ પીઓકેમાં દાખલ થઇ કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફુરે દાવો કર્યો છે કે, ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઇન ઓફ કન્ટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે. પાક સેનાના પ્રવક્તાએ ટ્વિટ કર્યું છે કે, ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે. અમે તાત્કાલીક તેમને જવાબ આવ્યો, ત્યારબાદ ભારતીય વાયુસેનાના વિમાન પરત તેમની સીમામાં ફર્યા હતા.
ત્યારબાદ એક અન્ય ટ્વિટમાં ગફ્ફૂરે લખ્યું કે, ભારતીય વાયુસેનાએ મુજફ્ફરાબાદ સેક્ટરથી ઘુસવાનો પ્રયત્ન કર્યો છે, સમય રહેતા પાકિસ્તાની એરફોર્સે જવાબી કાર્યવાહી કરી છે. ત્યારબાદ તેઓ બાલકોટની તરફ પરત ફર્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર અંદાજે 200થી 300 આતંકવાદી માર્યા ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
વધુમાં વાંચો: Maha Shivratri 2019: ક્યારે છે મહાશિવરાત્રી, જાણો શુભ મહૂર્ત, ઉપવાસનું મહત્વ અને પૂજા વિધિ
પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને લઇને ભારત દ્વારા અપનાવવામાં આવેલા કટક વલણથી ગભરાયેલું પાકિસ્તાન રોજે રોજ નવા બહાના અને દાવા કરી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા ભારત પર ખોટા આરોપ લગાવવાની યાદીમાં હાલમાં એક દાવો પાક. સેનાના મેજર દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જમ્મૂ કાશ્મીર પુલવામા થયેલા આતંકી હુમલા બાદ બંને દેશોની વચ્ચે દુશ્મની વધી ગઇ છે. ભારતે આ હુમલા બાદ પાકિસ્તાનના મોસ્ટ ફેવર્ડ નેશનનું સ્ટે્ટસ છીનવી લીધું છે. ત્યારબાદથી પાકિસ્તાન સતત ભારત પર યુદ્ધ લડવાના આરોપો લાગીવી રહ્યું છે.
Payload of hastily escaping Indian aircrafts fell in open. pic.twitter.com/8drYtNGMsm
— Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) February 26, 2019
‘પાકિસ્તાનને અલગ-થલગ કરવાનું સપનું ક્યારે પૂરુ નહીં થાય’: કુરેશી
પુલવામા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાનમાં વધતા તણાવની વચ્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સોમવારે કહ્યું કે, ભારતનું પાકિસ્તાનને અલગ-થલગ કરવાનું સપનું ક્યારે પુરુ નથી થાય. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઇ ગયા છે. જૈશ-એ-મોહમ્મદના હુમલાની જવાબદારી લીધી હતી. કાશ્મીર મુદ્દાને લઇને ઇસ્લામાબાદમાં એક સમ્મેલનને સંબોધિત કરતા કુરેશીએ કહ્યું હતું કે, આવનારા સમયમાં કેટલાક વિદેશી પ્રતિનિધિ પાકિસ્તાન આવશે. તેમણે એ પણ કહ્યું કે પાકિસ્તાન, ભારતની સાથે સંઘર્ષના પક્ષમાં નથીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે