#IndiaKaDNA: બે તૃતીયાંશ બહુમતની સાથે ફરી અમારી સરકાર બનશે- પીયૂષ ગોયલ
‘#IndiaKaDNA’માં કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલે ઝી ન્યૂઝના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી સાથે વાતચીતમાં કહ્યું કે, 5 વર્ષની આ મુસાફરીમાં આ દેશને લાંબા સમય સુધી નવા ડીએનએ આપવાનો પ્રયત્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા Zee News ના મંચ પર રાજનીતિના મહાસંવાદ ‘#IndiaKaDNA’માં કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલે ઝી ન્યૂઝના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી સાથે વાતચીતમાં કહ્યું કે, 5 વર્ષની આ મુસાફરીમાં આ દેશને લાંબા સમય સુધી નવા ડીએનએ આપવાનો પ્રયત્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો છે. આજે દેશના દરેક વ્યક્તિને ખબર છે કે દેશને વિકાસ, ઉન્નતિ અને પ્રગતિની બધી જ તકો મળશે. દેશને કઠોર અને પરિશ્રમી નેતૃત્વ વર્ષો પછી મળ્યું છે.
તેમણે કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ ભારતની તરફ જોઇ રહ્યું છે, સન્માન કરી રહ્યું છે. પીએમ મોદી દ્વારા કરવામાં આવેલ કાળાનાણા પર પ્રહાર, જળવાયુ પરિવર્તન, આતંકવાદ જેવા મુદ્દાઓએ દેશ અને દુનિયા પર મોટો પ્રભાવ પાડ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 2014માં જ્યારે અમારી સરકાર આવી હતી ત્યારે ભારતને વિશ્વન પાંચ સૌથી નબળી અર્થવ્યવસ્થા પૈકીનું એક ગણવામાં આવતું હતું, પરંતુ આજે આપણે સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થામાંથી એક છીએ. મોંઘવારી પર કડક પગલા ઉપાડી તેના પર રોક લગાવી. ગયા મહિને મોંઘવારી માત્ર 2.5 ટકા પર આવી ગઇ હતી.
વધુમાં વાંચો: રામ મંદિર પર બોલ્યા ઉદ્ધવ ઠાકરે, ‘જો નિર્માણ કાર્ય અગળ વધશે નહીં તો હું ફરી જઇશ અયોધ્યા’
તેમણે કહ્યું કે વ્યાજના દરમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ભારતની પાસે આજે 400 બિલિયન ડોલર વિદેશી મુદ્રા છે. વિદેશી દેવુ પણ ઓછુ કરવામાં આપણે સક્ષણ છીએ.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, પાંચ વર્ષમાં અમે સક્ષમ બેલેન્સ શીટ બનાવી છે. વિપક્ષ દ્વારા સરકારના કામકાજ અને દાવો પર ઉઠતા સવાલો પર તેમણે કહ્યું કે, જ્યારે કોઇ પાસે મુદ્દો ના હોય તો આ રીતની ડ્રીલ કરવામાં આવે છે.
ગોયલે કહ્યું કે અમે બાયનાડથી પણ રાહુલ ગાંધીને હરાવીશું. ત્યાથી અમે એક યુવાને ચૂંટણી મેદાનમાં ઉતારીશું. અમારી સરકારે ક્યારેય ચૂંટણીના આધારે કામ કર્યું નથી અને નીતિઓ બનાવી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે