IND vs WI: કટકમાં ભારતીય ટીમનો વિસ્ફોટ, વિંડીઝ વિરુદ્ધ 2-1થી વનડે સીરીઝ જીતી લીધી
ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને કટકમાં રમાયેલી અંતિમ અને નિર્ણાયક વનડેમાં 4 વિકેટથી પરાજીત કરી દીધું હતું. આ સાથે જ ભારતે ત્રણ મેચની વનડે સીરીઝમાં 2-1થી પોતાનાં નામે કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ મેચની વનડે સીરીઝની પહેલી મેચ વેસ્ટઇન્ડિઝ 8 વિકેટથી જીતી લીધી હતી. ત્યાર બાદ બીજી વનડેમાં ભારતે મેહમાન ટીમને 107 રનથી પરાજીત કરીને શાનદાર વાપસી કરી હતી. કટકમાં સીરીઝનાં નિર્ણાયક વનડે મેચમાં પણ ભારતીય ટીમે વિંડીઝને પરાજીત કરીને સીરીઝ જીતી લીધી હતી.
Trending Photos
અમદાવાદ : ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને કટકમાં રમાયેલી અંતિમ અને નિર્ણાયક વનડેમાં 4 વિકેટથી પરાજીત કરી દીધું હતું. આ સાથે જ ભારતે ત્રણ મેચની વનડે સીરીઝમાં 2-1થી પોતાનાં નામે કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ મેચની વનડે સીરીઝની પહેલી મેચ વેસ્ટઇન્ડિઝ 8 વિકેટથી જીતી લીધી હતી. ત્યાર બાદ બીજી વનડેમાં ભારતે મેહમાન ટીમને 107 રનથી પરાજીત કરીને શાનદાર વાપસી કરી હતી. કટકમાં સીરીઝનાં નિર્ણાયક વનડે મેચમાં પણ ભારતીય ટીમે વિંડીઝને પરાજીત કરીને સીરીઝ જીતી લીધી હતી.
કટકમાં વેસ્ટઇન્ડિઝ પર આ સીરીઝ જીતવાની સાથે ભારતનાં કેરેબિયન ટીમની વિરુદ્ધ સતત 10 વન ડે સીરીઝ જીતીને કમાલ કર્યો છે. કટકે બરાબરી સ્ટેડિયમમાં ટોસ જીતીની પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 315 રન બનાવ્યા. વિંડીઝે મેચ અને સીરીઝ જીતવા માટે ભારતને 316 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ભારતે 48.4 ઓવરમાં લક્ષ્ય પ્રાપ્ત કરી લેવામાં આવી.
રોહિત શર્મા અને કેએલ રાહુલે ટીમ ઇન્ડિયાની ધમાકેદાર શરૂઆત કરી. બંન્નેએ પહેલી જ વિકેટ માટે 122 રન જોડી દીધી. 22મી ઓવરમાં જોસ હોલ્ડરે રોહિત શર્માને શાઇ હોપનાં હાથે કેચ આઉટ કરી દીધી હતી. રોહિત શર્માએ 63 રન બનાવીને આઉટ થઇ. રોહિતે પોતાનાં 63 બોલમાં 8 ચોક્કા અને છગ્ગો ફટકાર્યો હતો. લોકેશ રાહુલ 77 રન બનાવીને આઉટ થયા. અલ્જારી જોસેફનાં બોલ પર શાઇ હોપે તેનો કેચ ઝડપી લીધો. શ્રેયસ અય્યર 7 રન બનાવીને આઉટ થયા. કિમો પોલનાં બોલ પર અલ્જારી જોસેફે તેનો કેચ લીધો. ઋષભ પંત (7)નાં કિમો પોલે બોલ્ડ કરી દીધો. ત્યાર બાદ શોલ્ડન કોટરેલે કેદાર જાધવ (9)ને બોલ્ડ કરી દીધો હતો. કેપ્ટન વિરાટ કોહલી 85 રન બનાવીને આઉટ થયો. રવીંદ્ર જાડેજાએ અણનમ 39 અને શાર્દુલ ઠાકુરે અણનમ 17 રન બનાવ્યા. બંન્નેએ અણનમ 30 રનની ભાજીદારી કરીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. જાડેજાએ કોહલી સાથે છઠ્ઠી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે