ભારત-અમેરિકા કરશે આ સ્પેશ્યલ પ્લાન પર કામ, થશે આતંકવાદીઓનો સફાયો

અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે બંન્ને દેશોના સંરક્ષણ અધિકારીઓએ હાલમાં જ અહી સંરક્ષણ ટેક્નોલોજી અને વ્યાપાર પહેલ (ડીટીટીઆઇ) મંત્રણા કરી હતી

ભારત-અમેરિકા કરશે આ સ્પેશ્યલ પ્લાન પર કામ, થશે આતંકવાદીઓનો સફાયો

વોશિંગ્ટન : ભારત અને અમેરિકાએ વિમાનની સારસંભાળ ઉપરાંત નાના માનવરહિત વિમાન અને હળવા અને નાના આયુધ બનાવવાની ટેક્નોલોજી સંબંધિત યોજનાઓ બંન્ને દેશોની વચ્ચે સંરક્ષણ સહયોગ માટે ચિન્હિત કર્યા છે. પેંટાગનનાં એક ટોપ અધિકારીએ આ અંગે માહિતી આપી. અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંન્ને દેશોનાં સંરક્ષણ અધિકારીઓએ હાલમાં જ અહીં સંરક્ષણ ટેક્નોલોજી અને વ્યાપાર પહેલ (ડીટીટીઆઇ)ની મંત્રણા કરી હતી. 

ભારત-અમેરિકા ડીટીટીઆઇ બેઠકમાં બંન્ને દેશોમાં ઉદ્યોગોને મળીને કામ કરવા અને આગામી પેઢીની ટેક્નોલોજી વિકસિત કરવા માટે પ્રોસ્તાહિત કરવા અંગે ધ્યાન કેન્દ્રીય કરવામાં આવ્યું. એક્ઝીશન એન્ડ સસ્ટેનમેન્ટ માટે અમેરિકાની સહાયક સંરક્ષણ મંત્રી એલેન લોર્ડે શુક્રવારે પેંટાગનમાં મીડિયાને કહ્યું કે, અમે જે એક યોજના પર વિચાર કરી રહ્યા છે, તેઓ નાના માનવરહિત વિમાન મુદ્દે છે. લાર્ડે સંરક્ષણ ઉત્પાદન સચિવ અજય કુમારની સાથે બેઠકની સહ અધ્યક્ષતા કરી. 

ડ્રોન મુદ્દે મુખ્ય રીતે વાયુસેના સંશોધન પ્રયોગશાળા અને ભારતના સંરક્ષણ અનુસંધાન અને વિકાસ સંગઠન વચ્ચે થઇ રહ્યું છે. બંન્ને પક્ષ એપ્રીલમાં ટેક્નોલોજીની યોજના સંબંધિત દસ્તાવેજ તૈયાર કરશે. તેમણે કહ્યું કે, અમે સપ્ટેમ્બરમાં તેના પર હસ્તાક્ષરની યોજના બનાવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, આ સહ વિકાસમાં ભારતીય ઉદ્યોગનો સમાવેશ કરવાની સંભાવના છે. 
લોર્ડે કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે અમેરિકી અને ભારતીય ટેક્નોલોજીને સાથે લઇને તેમને યુદ્ધમાં લડવાની ક્ષમતા તરીકે વિકસિત કરવામાં આવે જેનો પ્રયોગ ભારત અને અમેરિકા બંન્ને કરી શકે. તેના કારણે અમેરિકા અને ભારત બંન્નેને લાભ થશે. આગામી બેઠક સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news