શું ભારતે પાકિસ્તાન પર તાકી મિસાઇલ? ડિફેન્સ વિંગે કહી દાવાની સાચી હકિકત

પાકિસ્તાનની સેનાએ ગુરૂવારે દાવો કર્યો હતો કે ભારતે તેના એર સ્પેસમાં મિસાઇલ તાકી છે. હવે તેના પર ભારત તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ડિફેન્સ વિંગ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ મિસાઇલના પાછળનું સત્ય જણાવવામાં આવ્યું છે અને તેને લઇને સ્પષ્ટતા પણ જાહેર કરવામાં આવી છે. 

શું ભારતે પાકિસ્તાન પર તાકી મિસાઇલ? ડિફેન્સ વિંગે કહી દાવાની સાચી હકિકત

નવી દિલ્હી: પાકિસ્તાનની સેનાએ ગુરૂવારે દાવો કર્યો હતો કે ભારતે તેના એર સ્પેસમાં મિસાઇલ તાકી છે. હવે તેના પર ભારત તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ડિફેન્સ વિંગ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ મિસાઇલના પાછળનું સત્ય જણાવવામાં આવ્યું છે અને તેને લઇને સ્પષ્ટતા પણ જાહેર કરવામાં આવી છે. 

પાકિસ્તાન કેવી રીતે પહોંચી મિસાઈલ?
ડિફેન્સ વિંગના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિયમિત મેન્ટેનસ દરમિયાન ટેક્નિકલ ખામીને કારણે મિસાઇલ ફાયર થઇ ગઇ હતી. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને આ માટે ઉચ્ચ સ્તરીય કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

ડિફેન્સ વિંગે પોતાના નિવેદનમાં કહ્યું કે જાણવા મળ્યું છે કે મિસાઇલ પાકિસ્તાનના વિસ્તારમાં જઇને પડી છે. આ ઘટના ખૂબ ખેદજનક છે. પરંતુ રાહતની વાત એ રહી કે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. 

પાડોશી દેશમાં મચી ગઇ ખલબલી
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિખારે દાવો કર્યો હતો કે 9 માર્ચે સાંજે 6.43 કલાકે એક હાઈ-સ્પીડ ફ્લાઈંગ ઑબ્જેક્ટ ભારતીય ક્ષેત્રમાંથી ઉડાન ભરી અને રસ્તો ભટકીને પાકિસ્તાની વિસ્તારમાં પડી ગઈ. તેના પડવાથી નાગરિક વિસ્તારોને થોડું નુકસાન થયું હતું, પરંતુ તેમાં કોઈનું મૃત્યુ થયું નથી.

મેજર જનરલ ઇફ્તિખારે કહ્યું કે મિસાઇલ બુધવારે રાત્રે પંજાબના ખાનેવાલ જિલ્લાના મિયાં ચન્નૂ વિસ્તારમાં પડી ગઇ. તે સપાટી પરથી લોન્ચ કરવામાં આવી હતી. તેની ખબર પડૅતાં પાકિસ્તાની વાયુ સેનાએ પોતાનું અભિયાન શરૂ કર્યું. 

તેમણે કહ્યું કે 'મિસાઇલની ઉડાને પાકિસ્તાન અને ભારત બંને દેશોમાં નાગરિકોને ખતરામાં મુકી દીધા હતા. પાકિસ્તાની સેના તરફથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે મિસાઇલને તોડી પાડી નથી પરંતુ તે જાતે પડી ગઇ. પ્રવક્તાએ જણાવ્યું કે મિસાઇલ 40 હજાર ફૂટની ઉંચાઇએ થી પસાર થઇ રહી હતી, જેથી કોઇ મોટો અકસ્માત પણ થયો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news