Corona Update: નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો, રસીકરણમાં અમેરિકાથી આગળ નીકળ્યું ભારત

આરોગ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ દૈનિક મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.

Corona Update: નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો, રસીકરણમાં અમેરિકાથી આગળ નીકળ્યું ભારત

નવી દિલ્હી: આરોગ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ દૈનિક મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે અને 979 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ અગાઉ ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં 50,040 નવા કેસ નોંધાયા હતા અને 1258 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. 

નવા કેસ અને મૃત્યુમાં થયો ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા લેટેસ્ટ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 46,148 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,02,79,331 પર પહોંચી ગયો છે. જેમાંથી 5,72,994 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 979 દર્દીઓ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 3,96,730 પર પહોંચી ગયો છે. 

Total cases: 3,02,79,331
Total recoveries: 2,93,09,607
Active cases: 5,72,994
Death toll: 3,96,730

Recovery rate: 96.80% pic.twitter.com/po62eUmMhC

— ANI (@ANI) June 28, 2021

રિકવરી રેટ 96.80% થયો
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ એક દિવસમાં કોરોનાથી 58,578 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,93,09,607 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 96.80% પર પહોંચ્યો છે. 

— ANI (@ANI) June 28, 2021

રસીકરણમાં અમેરિકાથી આગળ નીકળ્યું ભારત
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કુલ 32,36,63,297 ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે ભારત રસીકરણમાં અમેરિકાથી આગળ નીકળી ગયું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં રસીના કુલ 32,33,27,328 ડોઝ અપાયા છે. ભારતમાં રસીકરણ 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. જ્યારે અમેરિકામાં રસીકરણ 14 ડિસેમ્બરથી શરૂ થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news