Corona Update: આ 5 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, છેલ્લા 24 કલાકમાં આટલા નોંધાયા કેસ
દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.351 ટકા છે. દેશભરમાંથી કુલ 3,19,23,405 લોકો કોરોનાને પછાડવામાં સફળ રહ્યા છે. જેમાંથી 34,763 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં રિકવર થયા.
Trending Photos
નવી દિલ્હી: દક્ષિણ ભારતમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે ટેન્શન વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 42 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે પાંચ રાજ્યોમાં સૌથી વધુ જોવા મળ્યા છે તેમાંથી 29 હજારથી વધુ તો કેરળમાં નોંધાયા છે. એક દિવસમાં 380 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
નવા 42 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 42,909 દર્દીઓ નોંધાયા છે. હાલ દેશમાં 3,76,324 દર્દીઓ સારવાર હેઠળ છે. નવા કેસના તોતિંગ આંકડામાં સિંહફાળો કેરળનો છે. કેરળમાં એક દિવસમાં નવા 29,836 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 75 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. દેશમાં જે પાંચ રાજ્યોમાંથી કોરોનાના વધુ કેસ નોંધાય છે તેમાં કેરળ બહાદ મહારાષ્ટ્રમાં 4666, આંધ્ર પ્રદેશમાંથી 1557 કેસ, તામિલનાડુમાં 1538 અને કર્ણાટકમાં કોરોનાના 1262 કેસ નોંધાયા છે.
આ પાંચ રાજ્યોમાં કોરોનાની કેવી ગંભીર પરિસ્થિતિ છે તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો કે દેશભરમાંથી નોંધાયેલા નવા કેસમાંથી 90.55 ટકા કેસ તો આ પાંચ રાજ્યોમાંથી જ નોંધાયા છે. જેમાંથી એકલા કેરળમાં 69.53 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 380 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં કેરળમાં 75 અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ 131 મૃત્યુ નોંધાયા છે.
380 deaths reported in the last 24 hours, taking the total death toll to 4,38,210: Union Health Ministry
Of 42,909 fresh COVID infections & 380 deaths reported in India in the last 24 hours, Kerala recorded 29,836 cases and 75 deaths yesterday
— ANI (@ANI) August 30, 2021
રિકવરી રેટ 97.51 ટકા
દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.351 ટકા છે. દેશભરમાંથી કુલ 3,19,23,405 લોકો કોરોનાને પછાડવામાં સફળ રહ્યા છે. જેમાંથી 34,763 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં રિકવર થયા. કોરોનાને નાથવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં રસીના કુલ 63,43,81,358 ડોઝ અપાયા છે. જેમાંથી 31,14,696 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે