Corona: દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 38 હજારથી વધુ કેસ નોંધાયા, 478 લોકોના થયા મૃત્યુ

શુક્રવારની સરખામણીએ દેશમાં કોરોનાથી રાહત મળી છે. શનિવારે નવા કેસ 40 હજારથી નીચે રહ્યાં છે. તો આ દરમિયાન 35743 લોકો સાજા થયા છે. 

Corona: દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 38 હજારથી વધુ કેસ નોંધાયા, 478 લોકોના થયા મૃત્યુ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં આજે શનિવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 38,997 નવા કેસ મળ્યા છે, જે કાલની તુલનામાં આશરે 3.6 ટકા ઓછા છે. કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી, કારણ કે હજુ પણ કોરોનાના મળનારા નવા કેસ, રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 478 લોકોના મોત થયા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લી 24 કલાકમાં કોરોના વાયરસના 38668 નવા કેસ મળ્યા છે અને આ દરમિયાન 35743 લોકો સાજા થયા છે. આ રીતે દેશમાં કોરોનાથી અત્યાર સુધી સાજા થઈ ચુકેલા લોકોની સંખ્યા 3,13,38,088 થઈ ગઈ છે. તો દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3,87,673 છે. મહત્વનું છે કે ભારતમાં અત્યાર સુધી 53.61 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 

Total recoveries: 3,13,38,088
Active cases: 3,87,673

Weekly positivity rate: 2.05%
Total vaccination: 53.61 crores pic.twitter.com/vdJvfzMNYA

— ANI (@ANI) August 14, 2021

દેશમાં કોરોના સંક્રમણનો વીકલી પોઝિટિવિટી રેટ હાલ 5 ટકાથી નીચે છે. હાલમાં તે 2.05 ટકા નોંધાયો છે. દરરોજના પોઝિટિવિટી રેટ પણ છેલ્લા 19 દિવસથી 3 ટકાની નીચે છે. હાલમાં તે 1.73 ટકા રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. 

દેશમાં સૌથી વધુ કેસ કેરલમાં નોંધાયા છે. અહીં 20452 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો જ્યારે 16856 લોકો સાજા થયા છે. અહીં 11 દિવસ બાદ આટલા ઓછા લોકો સાજા થયા છે. આ પહેલા 3 ઓગસ્ટે 15626 દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. 

દેશમાં કોરોનાની સ્થિતિ:

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 38,667

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા: 35,743

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 478

અત્યાર સુધીમાં કુલ ચેપ: 3.21 કરોડ

અત્યાર સુધી કુલ સાજા: 3.13 કરોડ

અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 4.30 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 3.81 લાખ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news