Corona Update: દેશમાં કોરોનાની ભયજનક સ્થિતિ, પહેલીવાર 24 કલાકમાં 3 હજારથી વધુ મૃત્યુ, 3.60 લાખથી વધુ નવા કેસ

ભારતમાં કોરોનાની નવી લહેર દિન પ્રતિદન ખતરનાક બની રહી છે. છેલ્લા કેટલાક દિવસથી તો રોજેરોજ 3 લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે મૃત્યુઆંક પણ વધવા લાગ્યો છે.

Corona Update: દેશમાં કોરોનાની ભયજનક સ્થિતિ, પહેલીવાર 24 કલાકમાં 3 હજારથી વધુ મૃત્યુ, 3.60 લાખથી વધુ નવા કેસ

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની નવી લહેર દિન પ્રતિદન ખતરનાક બની રહી છે. છેલ્લા કેટલાક દિવસથી તો રોજેરોજ 3 લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે મૃત્યુઆંક પણ વધવા લાગ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.60 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે પહેલીવાર મૃત્યુઆંક 3000 પાર ગયો છે. સ્થિતિ દિન પ્રતિદિન ગંભીર બની રહી છે. 

છેલ્લા 24 કલાકમાં નવા 3.60 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,60,960 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,79,97,267 પર પહોંચ્યો છે. જેમાંથી 29,78,709 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,61,162 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 3293 લોકોના કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો 1,48,17,371 પર પહોંચ્યો છે જ્યારે કુલ મૃત્યુઆંક 2,01,187 થયો છે. સતત વધી રહેલો મૃત્યુઆંક અને દૈનિક કેસનો આંકડો ભયજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 14,78,27,367 લોકોને રસી આપવામાં આવી છે. 

Total cases: 1,79,97,267
Total recoveries: 1,48,17,371
Death toll: 2,01,187
Active cases: 29,78,709

Total vaccination: 14,78,27,367 pic.twitter.com/ZfG2CWNMzu

— ANI (@ANI) April 28, 2021

મંગળવારે 17 લાખથી વધુ ટેસ્ટ થયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ ગઈ કાલે (મંગળવારે) દેશભરમાં કુલ 17,23,912 ટેસ્ટ હાથ ધરાયા હતા. આ સાથે અત્યાર સુધી દેશમાં 28,27,03,789 કોરોના ટેસ્ટ કરાયા છે. 

આજથી 18 વર્ષથી વધુ વયના લોકો માટે શરૂ થશે રજિસ્ટ્રેશન
દેશમાં કોરોના રસીકરણનો આગામી તબક્કો 1 મેથી શરૂ થઈ રહ્યો છે. અત્યાર સુધી 45 વર્ષથી ઉપરના લોકો જ કોરોનાની રસી મૂકાવી શકતા હતા પરંતુ 1 મેથી સમગ્ર દેશમાં 18 વર્ષ અને તેથી વધુ વયના દરેક વ્યક્તિ રસી માટે યોગ્યતાપાત્ર રહેશે. જો કે આ તબક્કામાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 18થી વધુ ઉંમરના લોકોએ રસી લેવા માટે પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જે બુધવારે સાંજે 4 વાગે શરૂ થઈ જશે. 45 વર્ષથી ઉપરના લોકો માટે ઓનસાઈટ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પહેલાની જેમ ઉપલબધ રહેશે.

મહારાષ્ટ્રમાં સ્થિતિ હજુ પણ ગંભીર
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી રાત્રે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 66,358 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ સમય દરમિયાન 67,752 દર્દી રિકવર થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 44,100,85 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 895 દર્દીઓના મોત થયા છે. આ એક દિવસમાં મોતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. રાજ્યમાં સોમવારે 48,700 નવા કેસ સામે આવ્યા હતા અને 524 લોકોના મૃત્યુ થયા હતા. મહારાષ્ટ્રમાં 18 એપ્રિલે સૌથી વધુ 68,631 કેસ સામે આવ્યા હતા. 

ગુજરાતમાં પણ કોરોના બેકાબૂ
રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ગઈ કાલે સાંજે જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14352 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 5,24,725 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈ કાલે 7803 દર્દી રિક્વર થયા. આ સાથે અત્યાર સુધીમાં કુલ  3,90,229 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. એક જ દિવસમાં 170 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છો. આ સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 6656 પર પહોંચ્યો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news