Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી સતત બીજા દિવસે સામાન્ય રાહત, નવા 3.33 લાખ કેસ, 525ના મૃત્યુ

Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3 લાખ 33 હજાર 533 નલા કેસ સામે આવ્યા છે અને 525 લોકોના મૃત્યુ થયા છે. જાણો દેશમાં કોરોનાની સ્થિતિ શું છે. 
 

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી સતત બીજા દિવસે સામાન્ય રાહત, નવા 3.33 લાખ કેસ, 525ના મૃત્યુ

નવી દિલ્હીઃ Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરોના વાયરસ  (Coronavirus) મહામારીના કેસમાં કાલ કરતા આજે ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3 લાખ 33 હજાર 533 નવા કેસ સામે આવ્યા છે અને 525 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે 17.78 ટકા છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે. 

એક્ટિવ કેસ વધીને 21 લાખ 87 હજાર 205
કેન્દ્રીય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 21 લાખ 87 હજાર 2025 થઈ ગયા છે. તો આ મહામારીથી જીવ ગુમાવનારની સંખ્યા વધીને 4 લાખ 89 હજાર 409 થઈ ગઈ છે. આંકડા પ્રમાણે કાલે બે લાખ 59 હજાર 168 લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી 3 કરોડ 65 પલાખ 60 હજાર 650 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. 

અત્યાર સુધી થયેલા રસીકરણની વિગત
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનના 161 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કાલે 71 લાખ 10 હજાર 445 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ અત્યાર સુધી રસીના 161 કરોડ 92 લાખ 84 હજાર 270 ડોઝ આપવામાં આવી ચુક્યા છે. 

Active case: 21,87,205
Daily positivity rate: 17.78%) pic.twitter.com/h8Hmvjwqsj

— ANI (@ANI) January 23, 2022

ઓમિક્રોનના નવા સ્વરૂપ સામે આવ્યા
કોરોનાના સૌથી સંક્રામક સ્વરૂપ ઓમિક્રોન હવે ત્રણ ભાગમાં વિભાજીત થઈને વધુ શક્તિથી ફેલાવા લાગ્યો છે. ઓમિક્રોનના સબ-વેરિએન્ટ બીએ.1, બીએ.2, અને બીએ.3 છે, જેમાંથી બીએ.2 સબ-વેરિએન્ટ વિશ્વમાં ઝડપથી ફેલાય રહ્યો છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જલદી બીએ.2 સબ-વેરિએન્ટ વિશ્વમાં ઓમિક્રોનના મૂળ સ્વરૂપની જગ્યા લઈ શકે છે. 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓમિક્રોનના મુકાબલે બીએ.2 વધુ સંક્રામક છે તેથી બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સીએ તેને તપાસની શ્રેણીમાં રાખી દીધો છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે આ સબ-વેરિએન્ટ રસીના પ્રભાવ અને વાયરસના અન્ય સ્વરૂપોને પણ માત આપી શકે છે.

ભારત સહિત ઘણા દેશોમાં તેના દર્દી
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે જણાવ્યુ કે વિશ્વભરમાં બીએ.2 ના આશરે 8 હજાર નવા કેસ આવ્યા છે. ભારત અને ફિલીપીન્સની સાથે ડેનમાર્ક અને જર્મનીમાં તેના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વૈજ્ઞાનિકોની ટીમ વાયરસના નવા સ્વરૂપ પર નજર રાખી રહી છે. 

ઓળખ કરવામાં સરળ
સારી વાત છે કે બીએ.2 ની ઓળખ સરળ હશે કારણ કે તેમાં સ્પાઇક-એસ જીન નહીં હોય. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જીનોમ સિક્વેન્સિંગની જગ્યાએ આરટી-પીસીઆર ટેસ્ટથી તેની ઓળખ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન વેરિએન્ટની ઓળખ માટે જીનોમ સિક્વેન્સિંગનો સહારો લેવામાં આવે છે. 

હાલ ઓમિક્રોનના ત્રણ સ્વરૂપ મળ્યા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે ઓમિક્રોનના ત્રણ સ્વરૂપ બીએ.1, બીએ.2 અને બીએ.3 છે. પરંતુ બીએ.2 સ્વરૂપ ઝડપથી ઓમિક્રોનના મૂળ સ્ટ્રેનની જગ્યા લઈ રહ્યું છે. એચએસએનું કહેવું છે કે તે જાણકારી મેળવવી સંભવ નથી કે આ રૂપની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news