Corona Update: દેશમાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો, પણ મૃત્યુઆંક વધ્યો

દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 2.35 લાખ જેટલા નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 871 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

Corona Update: દેશમાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો, પણ મૃત્યુઆંક વધ્યો

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 2.35 લાખ જેટલા નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 871 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

નવા 2.35 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,35,532 કેસ નોંધાયા છે. જ્યારે ગઈ કાલે 2,51,209 નવા કેસ નોંધાયા હતા. એક દિવસમાં 3,35,939 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી છે. હાલ દેશમાં 20,04,333 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 13.39% થયો છે. 

Active case: 20,04,333 (4.91%)
Daily positivity rate: 13.39%

Total Vaccination : 1,65,04,87,260 pic.twitter.com/6X0dxg3LjJ

— ANI (@ANI) January 29, 2022

મોતનો આંકડો વધ્યો
ઘટતા કેસ એકબાજુ જ્યાં રાહત આપે છે ત્યાં કોરોનાથી વધતા મૃત્યુની સંખ્યા ચિંતાજનક છે. ગઈ કાલે જે આંકડા જાહેર થયા હતા તે મુજબ એક દિવસમાં 627 લોકોના કોરોનાથી મોત નોંધાયા હતા. જેમાં હવે વધારો જોવા મળ્યો છે. આજે જાહેર કરેલા આંકડામાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 871 લોકોના મોત થયા છે. 

દેશમાં કોરોનાને આપવા માટે રસીકરણ પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના રસીના કુલ 1,65,04,87,260 ડોઝ આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news