Covid-19 Updates: વળી પાછા વધ્યા કોરોનાના નવા કેસ, મૃત્યુના આંકડામાં પણ થયો વધારો

ભારતમાં કોરોના વાયરસના નવા કેસ અને મોતના આંકડામાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. દેશમાં એકવાર ફરીથી કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 24 કલાકમાં 1.32 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 3207 લોકોના મૃત્યુ થયા છે. આ અગાઉ મંગળવારે જાહેર કરાયેલા આંકડા મુજબ દેશભરમાંથી નવા 1.27 લાખ કેસ નોંધાયા હતા જ્યારે 2795 લોકોના મોત થયા હતા. 
Covid-19 Updates: વળી પાછા વધ્યા કોરોનાના નવા કેસ, મૃત્યુના આંકડામાં પણ થયો વધારો

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા કેસ અને મોતના આંકડામાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. દેશમાં એકવાર ફરીથી કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 24 કલાકમાં 1.32 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 3207 લોકોના મૃત્યુ થયા છે. આ અગાઉ મંગળવારે જાહેર કરાયેલા આંકડા મુજબ દેશભરમાંથી નવા 1.27 લાખ કેસ નોંધાયા હતા જ્યારે 2795 લોકોના મોત થયા હતા. 

છેલ્લા 24 કલાકમાં 1.32 લાખથી વધુ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,32,788 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા હવે 2,83,07,832 થઈ છે. જેમાંથી 17,93,645 દર્દીઓ હજુ પણ સારવાર  હેઠળ છે. એક દિવસમાં કોરોનાથી 2,31,456 દર્દીઓ રિકવર થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,61,79,085 પર પહોંચી છે. થોડી રાહત બાદ આજે મૃત્યુના આંકડામાં ફરીથી વધારો જોવા મળ્યો. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 3207 દર્દીઓનો ભોગ લીધો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 3,35,102 થઈ ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 21,85,46,667 ડોઝ અપાયા છે. 

Total cases: 2,83,07,832
Total discharges: 2,61,79,085
Death toll: 3,35,102
Active cases: 17,93,645

Total vaccination: 21,85,46,667 pic.twitter.com/wqyIwRhogm

— ANI (@ANI) June 2, 2021

કોરોના વાયરસથી રિકવરી રેટ 92 ટકાથી વધુ
ભારતમાં કોરોના વાયરસથી રિકવરી રેટ 92.09 ટકાથી વધુ થયો છે. જ્યારે દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.18 ટકા છે. આ સાથે જ એક્ટિવ કેસ ઘટીને 6.73 ટકાથી ઓછા થયા છે. 

એક દિવસમાં 20 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી કોરોના વાયરસના કુલ 20,19,773 ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કોરોના ટેસ્ટનો આંકડો 35,00,57,330 થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news