SCOમાં ભારતે OBOR અંગે ચીનને એકલા હાથે આપ્યો મોટો ઝટકો

વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટનો એક ભાગ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે

SCOમાં ભારતે OBOR અંગે ચીનને એકલા હાથે આપ્યો મોટો ઝટકો

ચિંગદાઓ : આઠ દેશોનાં શંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)માં ભારત એક માત્ર દેશ રહ્યો જેણે ચીનની મહત્વકાંક્ષી વન બેલ્ટ વન રોડ (OBOR) યોજનાનું સમર્થન નહોતું કર્યું. ચીને આ યોજના માટે આશરે 80 દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનમાં સમજુતી કરેલી છે. એસસીઓની બે દિવસીય સમ્મેલન સમાપ્તિ પ્રસંગે અપાયેલી જાહેરાતપત્રમાં કહેવામાં આવ્યું છે કે, રશિયા, પાકિસ્તાન, કજાકિસ્તાન, ઉજબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તજાકિસ્તાને ચીનનાં બેલ્ટ એન્ડ રોડ ઇનિશટિવ (BRI)ને પોતાનાં સમર્થનની પૃષ્ટી કરી છે. 

જાહેરાત પત્રમાં કહેવામાં આવ્યું કે સભ્ય દેશોએ યૂરેશિયન ઇકોનોમી યૂનિયનનનાં વિકાસ સહિત બીઆરઆઇને કાર્યવન્ત કરવાની દિશામાં કરાયેલા સંયુક્ત પ્રયાસો માટે પ્રસન્નતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત એસસીઓનાં સ્પેસમાં એક વ્યાપક, ખુલ્લા, પારસ્પરિક રીતે લાભદાયી અને સમાજન ભાગીદારીને વિકસાત કરવા માટે ક્ષેત્રીય દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને બહુપક્ષીય સંઘોની ક્ષમતાનો ઉપયોગ કરવા અંગેની પણ વાત કરવામાં આવી છે. 

ઓબીઓઆરનો વિરોધ કરી રહ્યું છે ભારત
અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનનાં એક ક્ષેત્ર એક માર્ગ (OBOR) યોજના અંગે એક પરોક્ષ ટિપ્પણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઇ મોટી સંપર્ક સુવિધા યોજનામાં સભ્ય દેશોની સંપ્રભુતા અને અખંડતાનું સન્માન કરવામાં આવવું જોઇએ. સાથે જ તેમણે આશ્વાસન આપ્યું કે સમાવેશિતા સુનિશ્ચિત કરનારી તમામ પહેલો માટે ભારતની તરફથી સંપુર્ણ સહયોગ મળશે. ઉલ્લેખનીય છે કે, ભારત ઓબીઓઆરનો સતત વિરોધ કરી રહ્યું છે. એવું એટલા માટે કારણ કે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો એક હિસ્સો પાક અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે. જ્યારે તેની સાચી માલિકી ભારતની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news