રશિયા અને જાપાન જેવી મહાશક્તિને પાછળ છોડી ભારત બન્યો એશિયાનો ત્રીજો શક્તિશાળી દેશ

Asia Power Index India: ભારત એશિયામાં ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બની ગયો છે. ભારતે જાપાન અને રશિયાને પાછળ છોડી પ્રથમવાર આ મુકામ હાસિલ કર્યો છે. એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતથી ઉપર ચીન અને પહેલા સ્થાન પર અમેરિકા છે. પાકિસ્તાન 16માં સ્થાન પર છે, જ્યારે રશિયાને છઠ્ઠું સ્થાન મળ્યું છે.

રશિયા અને જાપાન જેવી મહાશક્તિને પાછળ છોડી ભારત બન્યો એશિયાનો ત્રીજો શક્તિશાળી દેશ

નવી દિલ્હીઃ  21મી સદી ભારતની છે એમાં કોઈ શંકા નથી.. વિશ્વ સમુદાય ભારતને આર્થિક રીતે ઊભરતું જોઈ રહ્યું છે.. વિશ્વનું નેતૃત્વ કરવામાં પણ ભારત અગ્રેસર છે એવામાં ભારતે વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે.. જી હાં, GDPમાં લાંબી છલાંગ લગાવીને 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યા બાદ હવે ભારત એશિયાનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બની ગયો છે.. ઓસ્ટ્રેલિયાની એજન્સીએ કરેલા સર્વેમાં અમેરિકા અને ચીન બાદ વિશ્વનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ ભારત છે.. આ રિપોર્ટમાં જુઓ કેવી રીતે ભારત સુપર પાવર રશિયા અને જાપાનને પાછળ છોડીને નીકળી ગયું આગળ.. 

તાઈવાનથી લઈને લદ્દાખ સુધી ચાલી રેહાલ તણાવ વચ્ચે એશિયામાં સૌથી શક્તિશાળી દેશોની યાદી સામે આવી છે.. ભારત રશિયા અને જાપાન જેવા સુપર પાવર દેશોને પાછળ છોડીને એશિયામાં ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બની ગયો છે.. ભારતની આગળ ચીન અને લિસ્ટમાં સૌથી પહેલું સ્થાન અમેરિકાનું છે.. ઓસ્ટ્રેલિયાના લોવી ઈન્સ્ટિટ્યુટ થિંક ટેક દ્વારા જાહેર કરવામાં આવેલા એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતે મોટી છલાંગ લગાવી છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે, જાપાનની આર્થિક શક્તિમાં મોટો ઘટાડો નોંધાયો છે.. આર્થિક શક્તિ ઘટવાના કારણે જાપાનની સંરક્ષણ શક્તિ પણ ઘટી છે..
જાપાન હવે એશિયાનો ચોથો સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી દેશ બન્યો છે..
આ લિસ્ટને દર વર્ષે સંસાધન અને પ્રભાવને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવે છે..

લોવી ઈન્સ્ટિટ્યુટ થિંક ટેક દ્વારા જાહેર કરવામાં આવેલી શક્તિશાળી દેશોની યાદીની વિગતવાર વાત કરીએ તો, 
આ યાદીમાં 81.7 પોઈન્ટ સાથે સૌથી પહેલાં અમેરિકા,
ત્યાર બાદ 72.7 પોઈન્ટ પર ચીન,
ત્રીજા સ્થાન પર 39.1 પોઈન્ટ સાથે ભારત,
ચોથા સ્થાન પર 38.9 પોઈન્ટ સાથે જાપાન,
પાંચમા સ્થાન પર 31.9 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા,
છઠ્ઠા સ્થાન પર 31.1 પોઈન્ટ સાથે રશિયા,
સાતમા સ્થાન પર 31.0 પોઈન્ટ સાથે દક્ષિણ કોરિયા,
આઠમા સ્થાન પર 26.4 પોઈન્ટ સાથે સિંગાપોર,
નવમા સ્થાન પર 22.3 પોઈન્ટ સાથે ઈન્ડોનેશિયા,
દસમા સ્થાન પર 19.8 પોઈન્ટ સાથે થાઈલેન્ડ છે..

આ યાદીમાં કુલ 27 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાન 16મા ક્રમાંકે અને પાડોશી દેશ શ્રીલંકા 21મા ક્રમાંકે છે. જ્યારે નેપાળ 25મા ક્રમાંકે છે.. 

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છેકે, આ દેશો પાસે કેવી શક્તિ છે.. આમાં પાકિસ્તાનથી લઈને રશિયા સુધી, જ્યારે પ્રશાંત ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અમેરિકાને પણ સામેલ કરવામાં આવ્યા છે.. આ રિપોર્ટ માટે 6 વર્ષના આંકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.. આ એશિયામાં ઝડપથી વિકસતી શક્તિઓનું વિતરણનું અત્યાર સુધીનું વ્યાપક આંકલન છે.. આમાં કહેવામાં આવ્યું છેકે, અમેરિકા હજુ પણ એશિયામાં સૌથી પ્રભાવશાળી તાકાત છે.. પરંતુ, તેને ચીન તરફથી ઝડપથી વધતી સેનાનો દબાવ સહન કરવો પડી રહ્યો છે.. 

આ રિપોર્ટમાં ભારતના ભરપૂર વખાણ કરવામાં આવ્યા છે.. રિપોર્ટ અનુસાર ભારત વિશ્વ સમુદાયમાં ઊભરી રહ્યું છે પરંતુ, દેશની ગતિ થોડી ધીમી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે, એશિયામાં ભારતનો દબદબો વધી રહ્યો છે. શક્તિશાળી દેશોની યાદીમાં ભારતને પહેલીવાર ત્રીજું સ્થાન મળ્યું છે. ભારત પાસે મલક્કા સ્ટ્રેટ પૂર્વમાં શક્તિ અને પ્રભાવ દેખાડવાની ક્ષમતા છે. ભારત પાસે એક મોટી શક્તિના રૂપમાં વિકાસની ભરપૂર ક્ષમતા છે..

આ રિપોર્ટમાં ભારતને અલગ અલગ કેટેગરી પ્રમાણે રેન્કિંગ આપવામાં આવ્યા છે..
જેમાં સૈન્યશક્તિમાં ચોથો ક્રમાંક..
સાંસ્કૃતિક પ્રભાવમાં ચોથો ક્રમાંક..
આર્થિક ક્ષમતામાં ચોથો ક્રમાંક..
ભવિષ્યના સંસાધનોમાં ત્રીજો ક્રમાંક..
જ્યારે કૂટનીતિક પ્રભામાં ચોથું સ્થાન મળ્યું છે..

ભારતની વધતી શક્તિને લઈને પાડોશી દેશ આતંકીસ્તાન ખૌફમાં છે.. એક તરફ ભારત ભવિષ્યની પેઢીને સુરક્ષિત અને મજબૂત કરવાનું કામ કરી રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાનમાં હાલ લોકો પાસે પૂરતું અનાજ પણ નથી.. એવામાં ભારત એશિયાનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બનતા ચીનની વિસ્તારવાદી નીતિને પણ મોટો ફટકો લાગ્યો છે.. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news