ભારતમાં દર વર્ષે ગુમ થાય છે 65,000થી વધુ બાળકો! જાણો કયા રાજ્યનો આંકડો છે સૌથી વધારે
ગુમ બાળકોની યાદમાં 25 મેના રોજ દુનિયાભરમાં ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ મિસિંગ ડે ઉજવવામાં આવે છે. ભારતમાં દર વર્ષે 65,000 બાળકો ગુમ થાય છે. અને વર્ષોવર્ષ તેમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. દરેક ચારમાંથી ત્રણ ગુમ બાળકોમાં એક દીકરીનો સમાવેશ થાય છે.
Trending Photos
નવી દિલ્લી: આખી દુનિયામાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ મોટી સમસ્યા છે. બાળકોનું અપહરણ કરીને તેમને આતંક, દેહવેપાર અને ચોરીના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. આ એક એવી સમસ્યા છે જેનાથી દરેક રાજ્ય પરેશાન છે. ગુમ બાળકોની યાદમાં 25 મેના રોજ દુનિયાભરમાં ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ મિસિંગ ડે ઉજવવામાં આવે છે. ભારતમાં દર વર્ષે 65,000 બાળકો ગુમ થાય છે. અને વર્ષોવર્ષ તેમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. દરેક ચારમાંથી ત્રણ ગુમ બાળકોમાં એક દીકરીનો સમાવેશ થાય છે.
5 વર્ષમાં 3,26,290 બાળકો ગુમ થયા:
છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો બાળકો ગુમ થવાના 3,26,290 કેસ સામે આવ્યા છે. જેમાં 2020માં 59,262 બાળકો ગુમ થયા. આ પહેલાં 2019માં તે આંકડો 73,138 હતો. 2018માં દેશમાં 67,134 કેસ બાળકો ગુમ થવાના નોંધાયા હતા. 2017માં તે આંકડો 63,349 હતો.જ્યારે 2016માં બાળકો ગુમ થવાનો આંકડો 63,407 હતો.
કયા રાજ્યમાં સૌથી વધુ બાળકો અસુરક્ષિત?:
હવે તમારે એ પણ જાણી લેવું જોઈએ કે કયા રાજ્યમાં બાળકો સૌથી વધુ અસુરક્ષિત છે. જેમાં મધ્ય પ્રદેશમાં 2668 બાળકો ગુમ થયા. તો 11,885 બાળકી ગુમ થઈ. કુલ 14553 બાળકો મધ્ય પ્રદેશમાંથી ગુમ થયા. પશ્વિમ બંગાળમાં 14,071 બાળકો ગુમ થયા. જેમાં 2590 બાળકો અને 11,481 બાળકીનો સમાવેશ થાય છે. બિહારમાં 12,064 બાળકો ગુમ થયા. જેમાં 2065 બાળકો અને 9999 દીકરીઓનો સમાવેશ થાય છે. દિલ્લીમાં 10,656 બાળકો ગુમ થયા હતા. જેમાં 3354 બાળકો અને 7302 બાળકીઓ ગુમ થઈ. મહારાષ્ટ્રમાં 2792 બાળકો ગુમ થયા. તો 4517 દીકરીઓ ગુમ થઈ. જ્યારે કુલ 7309 બાળકો ગુમ થયા.
અનેક રાજ્યોમાં સારી સ્થિતિ:
દેશના કયા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં શું છે સ્થિતિ તેના પર નજર કરીએ તો દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં 24 બાળકો ગુમ થવાના કેસ નોંધાયા. તો નાગાલેન્ડમાં 30 કેસ, આંદામાન નિકોબારમાં 33 કેસ અને પુડુચેરીમાં 49 કેસ નોંધાયા. જ્યારે મિઝોરમમાં એકપણ કેસ નોંધાયો નથી. આ સિવાય લદાખમાં 5 કેસ, સિક્કિમમાં 16 કેસ અને અરુણાચલ પ્રદેશમાં 18 કેસ નોંધાયા છે.
દેશમાં દર ત્રીજા બાળકે એક દીકરી થઈ રહી છે ગુમ:
મધ્ય પ્રદેશમાં 2668 બાળકો ગુમ થયા. જ્યારે 11,885 બાળકીઓ ગુમ થઈ. પશ્વિમ બંગાળમાં 2590 બાળકો ગુમ થયા. જ્યારે 11,481 બાળકીઓ ગુમ થઈ. બિહારમાં 2065 બાળકો ગુમ થયા. જ્યારે 9999 બાળકીઓ ગુમ થઈ. ઓડિશામાં 1097 બાળકો ગુમ થયા. જ્યારે 5815 બાળકીઓ ગુમ થયા. જ્યારે ભારતમાં 28,976 બાળકો ગુમ થયા. જ્યારે 79,233 બાળકીઓ ગુમ થઈ. એટલે કે દર ત્રણમાંથી એક દીકરી દેશમાં ગુમ થઈ રહી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છેકે દેશમાં બાળકીઓ કેમ ગુમ થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે