'ઇન્ડિયાનો DNA': અમે કેજરીવાલ સાથે વાત તો દુર તેને જોવા પણ નથી માંગતા

ZEE NEWS ના મંચ પર રાજનીતિક મહાસંવાદમાં ડૉ.હર્ષવર્ધન સિંહે કહ્યું કે, દિલ્હીમાં અમે જ્યારે કોંગ્રેસ અને આપને પરાજીત કરીશું ત્યારે તે સુખદ અનુભુતી હશે

'ઇન્ડિયાનો DNA': અમે કેજરીવાલ સાથે વાત તો દુર તેને જોવા પણ નથી માંગતા

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019) ના મહાસંવાદ ઇન્ડિયાનો DNAમાં કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધને પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. અરવિંદ કેજરીવાલના પોલીટિકલ ડીએનએ કેવો છે, તે સવાલનાં જવાબમાં હર્ષવર્ધન સિંહે કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી પર કોમેન્ટ કરીને તેઓ પોતાનો કિંમતી સમય નહી બગાડે. 

હર્ષવર્ધને કહ્યું કે, અમારા માટે કેજરીવાલ સાથે વાત કરવાની વાત તો દુર પરંતુ તેમને જોવા પણ નથી માંગતા. અમે બંન્ને દળોને જ્યારે દિલ્હીની સાતેય સીટો પર મળીને હરાવીશું ત્યારે તે અમારા માટે એક અત્યંત સુખદ અનુભુતી રહેશે. અમે દિલ્હીમાં 100 ટકા સફળતા પ્રાપ્ત થશે. કારણ કે દિલ્હીનાં લોકો હવે તેમને (કેજરીવાલને) ઓળખી ચુક્યા છે. 

હર્ષવર્ધને કહ્યું કે, દેશની જનતા આજે નરેન્દ્ર મોદી સાથે ઉભી છે. આજે પર્યાવરણ ક્ષેત્રમાં અમે જે કાંઇ પણ કર્યું છે, તેનું જ ફળ છે કે યૂનાઇટેડ નેશન્સે વડાપ્રધાનને પર્યાવરણનું સર્વોચ્ચ સન્માન પ્રદાન કર્યું છે. 

કેજરીવાલ એવા વ્યક્તિ છે જે પોતાની જાતને અરાજક કહે છે
ડૉ. હર્ષવર્ધન સિંહે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ એવા વ્યક્તિ છે જેઓ પોતાની જાતને અરાજક કહેવડાવવામાં વિશ્વાસ ધરાવે છે. તેઓ 26 જાન્યુઆરીની પરેડ અટકાવવાનો પ્રયાસ પણ કરી ચુક્યા છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે તે તેઓ પુર્ણ બહુમતીવાળા દિલ્હીની માંગ લઇને બેસી જાય છે. અત્યાર સુધી 5 વર્ષ તેઓ વડાપ્રધાન મોદી અને ભાજપને ગાળો ભાંડતા રહ્યા. હવે તેમની પાસે કોઇ જ મુદ્દો નથી બચ્યો તો તેઓ પુર્ણ રાજ્યનો મુદ્દો ઉઠાવી બેસી ગયા છે. દિલ્હીને પુર્ણ રાજ્ય બનાવવાની દિશામાં સૌથી મહત્વનું કામ અટલ બિહારી વાજપેયી સરકારે કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news