હુર્રિયત કોન્ફરન્સને પાકિસ્તાનમાં યોજાનારી બેઠક માટે આમંત્રણ, ભારતે ઓઆઈસીને લગાવી ફટકાર

22-23 માર્ચે ઇસ્લામિક સહયોગ સંગઠનની બેઠક થવાની છે. તેનું આયોજન ઇસ્લામાબાદમાં થશે. તેમાં હુર્રિયત કોન્ફરન્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેનો ભારતે વિરોધ કર્યો છે. 

હુર્રિયત કોન્ફરન્સને પાકિસ્તાનમાં યોજાનારી બેઠક માટે આમંત્રણ, ભારતે ઓઆઈસીને લગાવી ફટકાર

નવી દિલ્હીઃ ભારતે ઇસ્લામિક સહયોગ સંગઠનને ફટકાર લગાવી છે. આગામી સપ્તાહે સંગઠનની બેઠક પાકિસ્તાનમાં યોજાવાની છે. તેમાં હુર્રિયત કોન્ફરન્સના ચેરમેનને આમંત્રણ આપવામાં આવ્યું છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે તે આ પ્રકારની ગતિવિધિઓને ગંભીરતાથી લે છે. તેણે ચેતવણી આપી છે કે તે ઓઆઈસી પાસે આશા કરે છે કે ભારત-વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલાઓને પ્રોત્સાહિત નહીં કરે. ભારત સરકારે અફસોસ વ્યક્ત કર્યો કે ઓઆઈસી વિકાસ સંબંધી મહત્વપૂર્ણ ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જગ્યાએ પોતાના એક સભ્યના રાજકીય એજન્ડા અનુસાર કામ કરી રહ્યું છે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે ભારત આશા કરે છે કે ઓઆઈસી આતંકવાદ અને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહેનારને પ્રોત્સાહિત કરશે નહીં. એક મીડિયા બ્રીફિંગમાં તેમણે કહ્યું કે, ભારત આ ગતિવિધિઓને ગંભીરતાથી લે છે જેનો ઈરાદો દેશની એકતાને નષ્ટ કરવો અને તેની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતાના ઉલ્લંઘન કરવાનો છે. આ ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે કે ઓઆઈસી વિકાસ સંબંધી મહત્વપૂર્ણ ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રીય કરવાની જગ્યાએ પોતાના એક સભ્યના રાજકીય એજન્ડા અનુસાર કામ કરી રહ્યું છે. 

તેમણે કહ્યુ- અમે ઓઆઈસીને વારંવાર ભારતના આંતરિક મામલા પર તેના મંચનો ફાયદો ઉઠાવવાની મંજૂરી આપવાથી દૂર કરવાની અપીલ કરી છે. 

બાગચીએ ઇસ્લામાબાદમાં 22 અને 23 માર્ચે સમૂહની વિદેશ મંત્રીઓની પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સના અધ્યક્ષને આમંત્રિત કરવા વિશે ઓઆઈસી વિશે એક સવાલનો જવાબ આપી રહ્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news