Rajendra Prasad Death Anniversary: આઝાદી બાદ જવાહરલાલ નહેરુ આ નેતાને બનાવવા માંગતા હતા પ્રથમ રાષ્ટ્રપતિ, બન્યા ડો.રાજેન્દ્ર પ્રસાદ

India First President Rajendra Prasad Death anniversary:  આખરે એ કઈ પરિસ્થિતિઓ હતી જેમાં નહેરુએ  કોંગ્રેસના કેટલાક પસંદગીના નેતાઓ આગળ ઝૂકવું પડ્યું અને રાજેન્દ્ર પ્રસાદને નાપસંદ કરવા છતાં તેમણે રાષ્ટ્રપતિ બનાવવા માટે સહમત થઈ ગયા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની પુણ્યતિથિ પર આજે વિસ્તારથી વાત કરીએ. 

Rajendra Prasad Death Anniversary: આઝાદી બાદ જવાહરલાલ નહેરુ આ નેતાને બનાવવા માંગતા હતા પ્રથમ રાષ્ટ્રપતિ, બન્યા ડો.રાજેન્દ્ર પ્રસાદ

India First President Rajendra Prasad Death anniversary: જો પંડિત જવાહરલાલ નહેરુનું ચાલ્યું હોત તો દેશના પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ નહીં પરંતુ ચક્રવર્તી રાજગોપાલાચારી બન્યા હોત, પરંતુ કોંગ્રેસમાં નહેરુનું ચાલ્યું નહીં અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ બની ગયા. 

તો આખરે એ કોણ લોકો હતા જેમણે આઝાદીની બરાબર પછી નહેરુનો વિરોધ કરવા માટે હિંમત ભેગી કરી અને રાજેન્દ્ર પ્રસાદને રાષ્ટ્રપતિ બનાવી દીધા. આખરે એ કઈ પરિસ્થિતિઓ હતી જેમાં નહેરુએ  કોંગ્રેસના કેટલાક પસંદગીના નેતાઓ આગળ ઝૂકવું પડ્યું અને રાજેન્દ્ર પ્રસાદને નાપસંદ કરવા છતાં તેમણે રાષ્ટ્રપતિ બનાવવા માટે સહમત થઈ ગયા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની પુણ્યતિથિ પર આજે વિસ્તારથી વાત કરીએ. 

9 ડિસેમ્બર 1946ના રોજ ભારતે પોતાનું બંધારણ બનાવવા માટે બંધારણીય સભાની પહેલી બેઠક કરી. આ બેઠકની અધ્યક્ષતા બંધારણીય સભાના અસ્થાયી અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હાએ કરી. બે દિવસ બાદ જ 11 ડિસેમ્બર 1946 ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સર્વસંમતિથી બંધારણીય સભાના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ બાદ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણીય સભાએ પોતાનું કામ પૂરું કર્યું અને  ભારતનું બંધારણ બનીને તૈયાર થઈ ગયું. બંધારણ બનાવવાના આ ક્રમમાં બંધારણીય સભાના લગભગ દરેક સભ્યના મનમાં એ વાત ઘર કરી ગઈ કે બંધારણ લાગુ થયા બાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જ થવા જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ વી શંકરે પોતાના સંસ્મરણમાં લખ્યું કે- ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે બંધારણીય સભાનું સંચાલન જે યોગ્યતાથી કર્યું અને સરદારે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રત્યે સભ્યો જેવી સદભાવના દેખાડી, તેનાથી તેઓ સમજતા હતા કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જ ભારતીય ગણરાજ્યના પહેલા રાષ્ટ્રપતિ હોવા જોઈએ. 

પંડિત જવાહરલાલ નહેરુ સહમત નહતા
પરંતુ પંડિત જવાહરલાલ નહેરુ તેનાથી સહમત નહતા. તેઓ ઈચ્છતા હતા કે રાજાજી એટલે કે સી.રાજગોપાલાચારી ભારતીય ગણરાજ્યના પહેલા રાષ્ટ્રપતિ બન્યા. સી.રાજગોપોલાચારી ત્યારે ગવર્નર જનરલ હતા. સરદાર પટેલના ખાનગી સચિવ વી.શંકરના 1975 માં પ્રકાશિત સંસ્મરણમાં લખ્યું છે...પોતાની અમેરિકા યાત્રા અગાઉ પંડિત નહેરુએ સરદાર પટેલને ફોન કર્યો. કહ્યું કે જો હું વર્તમાન ગવર્નર જનરલને રાષ્ટ્રપતિ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરુ છું તો પાર્ટીના નેતા મારા નિર્ણયનું એટલા માટે સમર્થન કરશે કારણ કે તે તેમો મારા પર ઉપહાર હશે. 

સરદાર પટેલે નહેરુનો કર્યો વિરોધ
સરદાર પટેલે નહેરુનો એ વાતનો વિરોધ કર્યો. વી શંકર, સરદાર પટેલે કહ્યું કે મારું અનુમાન તેનાથી વિપરિત છે અને તમારો પ્રસ્તાવ સરળતાથી માનવામાં નહીં આવે. જો કે નહેરુ માન્યા નહીં. સરદાર પટેલ વિરુદ્ધ જઈને નહેરુએ સી રાજગોપાલાચારીને રાષ્ટ્રપતિ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરી દીધો. જેમ કે પહેલેથી નક્કી હતું તેમ નહેરુના આ પ્રસ્તાવનો ભયંકર રીતે વિરોધ થયો. નહેરુ બોલી રહ્યા હતા અને કોંગ્રેસી તેમને બોલતા રોકવા માટે ટોકાટોકી કરી રહ્યા હતા. જ્યારે લાગ્યું કે વાત વધુ બગડી જશે તો સરદાર પટેલ પોતે ઉઠ્યા અને બોલ્યા...કોંગ્રેસમાં ગંભીર મતભેદોને પહેલા પણ દૂર કરાયા છે. આ વખતે પણ પરસ્પર વાતચીતથી કોઈ ઉકેલ આવી જશે. પ્રધાનમંત્રીની વિદેશથી વાપસી બાદ અમે ફરીથી તેના પર વિચાર કરીશું. ઉતાવળમાં નિર્ણય કરવાથી સારુ  રહેશે કે થોડી પ્રતિક્ષા કરીએ. 

પટેલના આ ભાષણના કારણે કોંગ્રેસીઓનો હોબાળો તો ખતમ થઈ ગયો પરંતુ નહેરુની પરેશાની વધી ગઈ. સરદાર પટેલે તેને સમજી લીધી. રામ બહાદુર રાય પોતાના પુસ્તક ભારતીય બંધારણની અનકહી કહાનીમાં લખે છે કે, સરદાર પટેલે જેવો નહેરુનો ચહેરો જોયો, તેમણે તરત જ ગોવિંદ વલ્લભ પંતને કહ્યું કે તેઓ પંડિત નહેરુની સાથે તેમના નિવાસ સ્થાન પર જાય જેથી કરીને પંડિત નહેરુને નિરાશામાં ડૂબતા બચાવી શકાય જો કે ગોવિંદ વલ્લભ પંત પંડિત નહેરુ સાથે ગયા નહીં પરંતુ પોતાના ઘરે જતા રહ્યા અને જેવા આરામ કરવા પહોંચ્યા કે તેમને પંડિત નહેરુનો પત્ર મળ્યો. પત્રમાં પંડિત નહેરુએ પોતાના રાજીનામાની ભલામણ કરી હતી અને કહ્યું હતું કે વિદેશથી વાપસી બાદ તેઓ ગવર્નર જનરલને મળવા જઈ રહ્યા છે કે હવે સરકારનું નેતૃત્વ સરદાર પટેલ કરશે. 

વિરોધ જોઈને પંડિત નહેરુ પરેશાન થઈ ગયા હતા
રાજાજાને રાષ્ટ્રપતિ બનાવવાનો નરેરુના પ્રસ્તાવનો જે પ્રકારે કોંગ્રેસીઓ એ જ વિરોધ કર્યો તેણે નહેરુને પરેશાન કરી દીધા. નહેરુને લાગ્યું કે જેવું સમર્થન અને વિશ્વાસ સરદાર પટેલને મળેલું છે તેવું તેમની પાસે નતી. પરંતુ સરદાર પટેલે ફરી એકવાર સંકટ મોટકની ભૂમિકા ભઝવી અને તમામ કોંગ્રેસીઓને જણાવ્યું કે જો આ મુદ્દાને તૂલ આપવામાં આવશે તો નુકસાન થઈ શકે છે. આથી તમામ ચૂપ્પી સાધી લીધી. નહેરુ પોતે પણ શાંત થઈ ગયા. કારણ કે જ્યારે તેઓ વિદેશ જઈ રહ્યા હતા, ત્યારે તેમને વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં કોંગ્રેસના નેતા હાજર હતા. 

રાષ્ટ્રપતિ પદ માટે થયેલા વિવાદ પર કોંગ્રેસના નેતા અને બંધારણીય સભાના સભ્ય રહી ચૂકેલા મહાવીર ત્યાગીએ અલગ પ્રકારે વાત રજૂ કરી હતી. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ નામથી લખેલા પોતાના સંસ્મરણમાં મહાવીર ત્યાગીએ લખ્યું છે કે "એક રાતે જવાહરલાલજીએ પ્રસ્તાવ રજૂ કર્યો કે બંધારણ લાગુ થતા જ ભારતના રાષ્ટ્રપતિ પદ પર રાજગોપાલચારીને નિયુક્ત કરવામાં આવે. અમે પ્રસ્તાવ રજૂ કર્યો કે બંધારણીય સભાના અધ્યક્ષ બાબુ રાજેન્દ્ર પ્રસાદને જ પ્રથમ રાષ્ટ્રપતિ નિયુક્ત કરવા જોઈએ. ખુબ જ ગરમાગરમી થઈ. જોશમાં આવીને જવાહરલાલજીએ ઊભા થઈને પડકાર સ્વરૂપે કહ્યું કે જો તમે રાજગોપાલાચારીને સ્વીકાર નહીં કરો તો તમારે તમારી પાર્ટીના નેતા પણ નવા ચૂંટવા પડશે. મે પણ જોશમાં બૂમો પાડીને સભાપતિ મહોદયને કહ્યું કે અમે તો રાજેન્દ્રબાબુને પસંદ કરવા માંગીએ છીએ. જો તેઓ રાજીનામું આપવા માંગતા હોય તો આપી દે, અમે કોઈ અન્ય સાથીને પાર્ટના નેતા પસંદ કરીશું. "

નહેરુએ આ રીતે રજૂ કર્યું રાજગોપાલાચારીનું નામ
 આ બધી વાતો વચ્ચે સરદાર પટેલની ઔરંગઝેબ રોડવાળી કોઠી સામે ચબૂતરા પર કોંગ્રેસીઓની બેઠક થઈ હતી. પહેલું ભાષણ પંડિત નહેરુએ આપ્યું અને કહ્યું કે રાજેન્દ્ર બાબુએ પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે અને આ ગોરવની વાત ઈતિહાસમાં જશે કે આપણે આપણા પહેલા રાષ્ટ્રપતિ નિર્વિરોધ ચૂંટાયા છે. આ ભાષણ દરમિયાન જ નહેરુએ સી રાજગોપાલચારીના વખાણ કર્યા હતા. બધુ મળીને નક્કી થયું કે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ જે નિર્ણય લેશે તે માન્ય રહેશે. ત્યારબાદ જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ એક રૂમમાં બેઠ અને પછી નહેરુએ કહ્યું કે જ્યારે રાજેન્દ્ર બાબુએ પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે તો આપણે નિર્ણય રાજગોપાલાચારીના પક્ષમાં આપવો જોઈએ. પટેલે ફરી વિરોધ કર્યો હતો.  કહ્યું કે આપણે પાર્ટીની અવાજને નિર્ણય આપવાનો છે, પોતાના અવાજને નહીં અને પાર્ટીના મોટાભાગના લોકો રાજેન્દ્રબાબુને ઈચ્છે છે. 

ત્યારબાદ નહેરુએ સરદાર પટેલને કહ્યું કે તમે નિર્ણય સંભળાવી દો કે આપણા બંનેના મતમાં રાજેન્દ્રબાબુએ જ રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવવું જોઈએ. ત્યારબાદ 24 જાન્યુઆરી 1950નો સમય આવ્યો. બંધારણ સભાનું સત્ર થયું. ત્યારે અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જાહેરાત કરી કે હવે રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવે. બંધારણ સભાના સચિવ ને નિર્વાચન અધિકારી એચવી આર આયંગરે જાહેર કરી કે ભારતના રાષ્ટ્રપતિ પદ માટે ફક્ત એક મનોનયન મળ્યું છે. ઉમેદવારનું નામ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નિયમ મુજબ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને રાષ્ટ્રપતિ પદ માટે નિર્વાચિત જાહેર કરું છું. આ રીતે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news