Corona: ગ્રીન ઝોન વિસ્તારોમાં અપાયેલી આટલી બધી છૂટછાટની પાછળનું કારણ હર્ડ ઈમ્યુનિટી ટેસ્ટ?

કોરોના વાયરસ મહામારીને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉન 3.0 દરમિયાન ગ્રીન ઝોન્સમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. દેશના કુલ જિલ્લાઓમાંથી 43થી વધુ જિલ્લા ગ્રીન ઝોનમાં છે. જ્યાં લોકોની અવરજવર અને કામ કરવા પર લાગેલી રોક એક પ્રકારે હટાવવામાં આવી છે. કહી શકાય કે 43 ટકા  દેશ હવે કોરોના સંકટ વચ્ચે સામાન્ય જનજીવન તરફ આગળ વધી રહ્યો છે. તો શું ગ્રીન ઝોનમાં હર્ડ ઈમ્યુનિટીનો ટેસ્ટ પણ શરૂ થઈ ગયો છે, જેને તમામ વિશેષજ્ઞો કોરોના વિરુદ્ધ પ્લાન બી જણાવી રહ્યાં છે? તો તેનો જવાબ છે- હાં...થોડો ઘણો, એક હદ સુધી.

Corona: ગ્રીન ઝોન વિસ્તારોમાં અપાયેલી આટલી બધી છૂટછાટની પાછળનું કારણ હર્ડ ઈમ્યુનિટી ટેસ્ટ?

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉન 3.0 દરમિયાન ગ્રીન ઝોન્સમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. દેશના કુલ જિલ્લાઓમાંથી 43થી વધુ જિલ્લા ગ્રીન ઝોનમાં છે. જ્યાં લોકોની અવરજવર અને કામ કરવા પર લાગેલી રોક એક પ્રકારે હટાવવામાં આવી છે. કહી શકાય કે 43 ટકા  દેશ હવે કોરોના સંકટ વચ્ચે સામાન્ય જનજીવન તરફ આગળ વધી રહ્યો છે. તો શું ગ્રીન ઝોનમાં હર્ડ ઈમ્યુનિટીનો ટેસ્ટ પણ શરૂ થઈ ગયો છે, જેને તમામ વિશેષજ્ઞો કોરોના વિરુદ્ધ પ્લાન બી જણાવી રહ્યાં છે? તો તેનો જવાબ છે- હાં...થોડો ઘણો, એક હદ સુધી.

43% દેશ એક પ્રકારે કોરોના સંક્રમણ માટે ખુલ્લો!
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની શરતો સાથે ગ્રીન ઝોન્સમાં દુકાનો, બજારો, ઓફિસો, ઓટો, ટેક્સી, બસ, વેપાર અને ઉદ્યોગોની મંજૂરી અપાયેલી છે. આ જગ્યાઓ પર લોકો હવે એક જગ્યાથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે છે. ધીરે ધીરે કામકાજ શરૂ થઈ ગયા છે. 43 ટકા જિલ્લાઓની વસ્તીનો એક રીતે કોરોના વાયરસ પ્રત્યે એક્સપોઝર વધી રહ્યો છે. તેનાથી એ વાતનો પણ અંદાજો લાગી શકશે કે શું ગ્રીન ઝોન્સમાં લોકો વચ્ચે કોરોના વાયરસ પ્રત્યે હર્ડ ઈમ્યુનિટી વિક્સિત થઈ રહી છે. જો કે એક હદ સુધી હર્ડ ઈમ્યુનિટીનો ટેસ્ટ આપણે કહી શકીએ છીએ કારણ કે ગ્રીન ઝોન એ વિસ્તારો છે જ્યાં અત્યાર સુધીમાં કાં તો કોરોનાના એક પણ કેસ નથી આવ્યાં અથવા તો પછી છેલ્લા 21 દિવસથી ત્યાં કોરોનાનો એક પણ કેસ નથી. 

આમ જોવા જઈએ તો હર્ડ ઈમ્યુનિટીનો ટેસ્ટ!
આદર્શ સ્થિતિમાં હર્ડ ઈમ્યુનિટીનો ટેસ્ટ ત્યારે કહી શકાય જ્યારે રેડ ઝોન્સમાં પણ લોકો કોરોનાના જોખમ હોવા છતાં પહેલાની જેમ પોતાની સામાન્ય કામગીરીને કરી શકે. આ રીતે લોકો મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત થાત અને છેલ્લે તેમનામાં તેના વિરુદ્ધ રોગપ્રતિકારક શક્તિ વિક્સિત થાત, જેને હર્ડ ઈમ્યુનિટી કહેવાય છે. ગ્રીન ઝોન્સમાં સંક્રમણનું જોખમ ઘણું ઓછું છે. આથી ત્યાં સંપૂર્ણ રીતે સામાન્ય જીનજીવનને પણ હર્ડ ઈમ્યુનિટીનો મહદ અંશે ટેસ્ટ જ કહી શકાય. હાલ દેશમાં રેડ ઝોનમાં 130 જિલ્લા છે, ઓરેન્જ ઝોનમાં 284 જિલ્લા અને ગ્રીન ઝોનમાં 319 જિલ્લા રાખવામાં આવ્યાં છે. 

જુઓ LIVE TV

શું છે 'હર્ડ ઈમ્યુનિટી'
હકીકતમાં જ્યારે અનેક લોકો કોઈ ચેપી રોગ પ્રત્યે ઈમ્યુન થાય છે એટલે કે તેમનામાં રોગ પ્રત્યે પ્રતિકારક શક્તિ વિક્સિત થાય છે તો તે બીમારી બાકી બચી ગયેલા લોકોને પોતાની ચપેટમાં લઈ શકતી નથી કારણ કે સમગ્ર સમૂહ જ ઈમ્યુન થઈ ગયો હોય છે. જેને હર્ડ ઈમ્યુનિટી કહે છે. આ પ્રતિકારક શક્તિ કા તો વેક્સિનથી મળશે અથવા તો મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થવા અને તેમની અંદર સંબંધિત બીમારી પ્રત્યે ઈમ્યુનિટી વિક્સિત થવાથી મળશે. દાખલા તરીકે ન્યુમોનિયા અને મેનેન્જાઈટિસ જેવી બીમારીઓની રસી આપીને બાળકોને તેના પ્રત્યે ઈમ્યુન બનાવવાનું પરિણામ એ આવ્યું કે વયસ્ક લોકોનું આ બીમારીઓની ઝપેટમાં આવવાની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ. 

કેવી રીતે કામ કરે છે હર્ડ ઈમ્યુનિટી
જો અમુક લોકોમાં જ કોઈ બીમારી પ્રત્યે ઈમ્યુનિટી હોય તો તે ચેપી રોગ સરળતાથી ફેલાય છે. જો મોટાભાગના લોકોમાં વેક્સિન કે એક્સપોઝરના કારણે ઈમ્યુનિટી આવી જાય તો વાયરસ ફેલાતો અટકે છે. 

કેટલા ટકા લોકોમાં ઈમ્યુનિટી ગણી શકાશે હર્ડ ઈમ્યુનિટી
વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ કોવિડ 19ની વાત કરીએ તો જો 60થી 85 ટકા વસ્તીમાં તેના પ્રત્યે ઈમ્યુનિટી આવી જાય તો તેને હર્ડ ઈમ્યુનિટી  કહી શકાય. ડિપ્થેરિયામાં આ આંકડો 75 ટકા, પોલીયોમાં 80 થી 85 ટકા અને ઓરીમાં 95 ટકા છે. 

ખુબ જોખમભર્યુ હશે સમગ્ર વસ્તીને સંક્રમણ માટે ખુલ્લી મૂકવી
હર્ડ ઈમ્યુનિટી માટે લોકોને સંક્રમિત થવા છોડવા એક ખુબ જોખમી હોઈ શકે છે. 60 થી 85 ટકા વસ્તી સંક્રમિત થાય તો તેના વિનાશકારી પરિણામોની કલ્પના પ ણ ન કરી શકાય. ત્યાં સુધીમાં તો બની શકે કે લાખો લોકો કે કરોડમાં લોકોના મોત નિપજે. કેનેડાના ચીફ પબ્લિક હેલ્થ ઓફિસર થેરેમા ટેમને ચેતવ્યા કે જો આમ કરાયું તો મોત જ નહીં પરંતુ બીમારીની અસર પણ ખતકનાક સાબિત થશે. તેમણે કહ્યું કે ફક્ત મોત જ ચિંતાનું કારણ નથી. બીમારીથી જે જીવતા બચી રહ્યાં છે તેમના કિડની, લિવર, હ્રદય અને મગજને થનારું નુકસાન પણ મોટી ચિંતાની વાત હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news