આર્થિક મોરચે ભારતની મોટી સફળતા! બાહ્ય દેવું આટલા અબજ ડૉલર ઘટ્યું

વાણિજ્યિક લોન તથા બિન-નિવાસી ભારતીયોની ડિપોઝિટ ઓછી અને મૂલ્યાંકનની અસરને કારણે ચાલું નાણા વર્ષના પહેલા છ માસમાં દેશનું બાહ્ય દેવું 19.3 અબજ ડોલર એટલે કે 3.6 ટકા ઓછું થઇને 510.40 અબજ ડોલર પર આવી ગયું છે.

આર્થિક મોરચે ભારતની મોટી સફળતા! બાહ્ય દેવું આટલા અબજ ડૉલર ઘટ્યું

મુંબઇ: આર્થિક મોરચા પર દેશને મોટી સફળતા મળી છે. વાણિજ્યિક લોન તથા બિન-નિવાસી ભારતીયોની ડિપોઝિટ ઓછી અને મૂલ્યાંકનની અસરને કારણે ચાલું નાણા વર્ષના પહેલા છ માસમાં દેશનું બાહ્ય દેવું 19.3 અબજ ડોલર એટલે કે 3.6 ટકા ઓછું થઇને 510.40 અબજ ડોલર પર આવી ગયું છે.

રિઝર્વ બેંકે સોમવારે કહ્યું કે, સપ્ટેમ્બર 2018ના અંત સુધીમાં દેશનું બાહ્ય દેવું માર્ચ 2018ના સ્તરથી 3.60 ટકા ઓછું થયું છે. તેનું કારણ વાણિજ્યિક દેવુ તથા બિન-નિવાસી ભારતીઓની ડિપોઝીટ ઓછી થઇ રહી છે. રિઝર્વ બેંકે કહ્યું કે, બાહ્ય દેવામાં ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકન ડોલરના ભારતીય રૂપિયા તથા અન્ય પ્રમુખ મુદ્રાઓની સરખામણીએ મૂલ્યાંકન ઓછું થવું પણ છે.

રૂપિયા તથા અન્ય પ્રમુખ મુદ્રાઓની સમખામણીમાં અમેરીકન ડોલરનું મૂલ્યાંકન ઓછું થવાથી બાહ્ય દેવાના મામલે દેશના સમાન સમયગાળો દરમિયાન 25.4 અરબ ડોલરનો ફાયદો થયો છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, મૂલ્યાંકનના પ્રભાવને હટાવી દેવામાં આવ્યે તો સપ્ટેમ્બરના અંત સુધીમાં બાહ્ય દેવામાં 19.3 અરબ ડોલરની જગ્યાએ 6.10 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે.

માર્ચ 2018 સુધી દેશનું બાહ્ય દેવું 529.70 અબજ ડોલર પર હતું. કુલ બાહ્ય દેવું વાણિજ્યિક દેવું 37.1 ટકાની ભાગીદારીની સાથે સૌથી મોટો કરાર રહ્યો છે. ત્યારબાદ બિન નિવાસી ભારતીયોના જમાની ભાગીદારી 23.9 ટકા તથા ટુંકાગાળાના દેવાની ભાગીદારી 19.9 ટકાના સ્થાન રહ્યું છે.

સપ્ટેમ્બર 2018ના અંત સુધી એક વર્ષ અથવા તેનાથી વધારે મૂળ પાકતી મુદતવાળા લાંબા ગાળાની લોનમાં 21.40 અબજ ડોલરનો ઘટાડો આવ્યો અને તે 406.10 અબજ ડોલર પર આવી ગયું છે. માનક પરંપરા મુજબ, દેશના બાહ્ય દેવાના આંકડા દર ત્રિમાસિક ગાળામાં પ્રકાશિત થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news