દરેક ભારતીય માટે સારા સમાચાર લઈને આવ્યો ઓગસ્ટ મહિનો, PM Modi એ ટ્વીટ કરી આપી જાણકારી

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે ભારતે ઓગસ્ટમાં પ્રવેશ કર્યો છે, જે અમૃત મહોત્સવની શરૂઆતનો પ્રતીક છે. આપણે ઘણી એવી ઘટનાઓ જોઈ છે, જે દરેક ભારતીય માટે સુખદ છે. 

દરેક ભારતીય માટે સારા સમાચાર લઈને આવ્યો ઓગસ્ટ મહિનો, PM Modi એ ટ્વીટ કરી આપી જાણકારી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (Narendra Modi) આજે (2ઓગસ્ટ) વીડિયો કોન્ફરન્સ દ્વારા એક નવુ ડિજિટલ સોલ્યૂશન  (Digital Solutions) લોન્ચ કરવા જઈ રહ્યાં છે. આ વચ્ચે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઓગસ્ટ મહિનાની શરૂઆત એવી ઘટનાઓથી થઈ છે, જે દરેક ભારતીય માટે સુખદ છે. આ સાથે તેમણે બીજા ટ્વીટમાં ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યુ છે કે આશા છે કે ભારતને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવા માટે 130 કરોડ ભારતીયો આકરી મહેનત જારી રાખશે. 

દરેક ભારતીય માટે સુખદ ઓગસ્ટઃ પીએમ મોદી
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ભારતે ઓગસ્ટમાં પ્રવેશ કર્યો છે, જે અમૃત મહોત્સવ (Amrut Mahotsav) ની શરૂઆતનું પ્રતીક છે. આપણે ઘણી એવી ઘટનાઓ જોઈ છે જે ભારતીયો માટે સુખદ છે. રેકોર્ડ રસીકરણ (કોરોના વેક્સીનેશન) થયું એ અને ઉચ્ચ જીએસટી કલેક્શન પણ મજબૂત આર્થિક ગતિવિધિના સંકેત આપી રહ્યું છે. 

— Narendra Modi (@narendramodi) August 2, 2021

— Narendra Modi (@narendramodi) August 2, 2021

130 કરોડ ભારતીય જારી રાખશે આકરી મહેનતઃ પીએમ
બીજા ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યુ- પીવી સિંધુએ ન માત્ર એક મેડલ જીત્યો છે, પરંતુ આપણે ઓલિમ્પિકમાં પુરૂષ અને મહિલા હોકી ટીમોના ઐતિહાસિક પ્રયાસોને પણ જોયા છે. મને આશા છે કે 130 કરોડ ભારતીય, ભારતને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવા માટે આકરી મહેનત કરવાનું જારી રાખશે, કારણ કે દેશ અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. 

પીએમ આજે લોન્ચ કરશે નવુ પેમેન્ટ સોલ્યૂશન
પીએમ નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આજે એક નવુ ડિજિટલ સોલ્યૂશન લોન્ચ કરશે. આ ઈ-વાઉચર આદારિત ડિજિટલ પેમેનટ્ સોલ્યૂશન e-RUPI હશે. તેનો ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવાની સાથે સુરક્ષિત બનાવવાનો છે. e-RUPI ને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના નાણા સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટીની સાથે મળીને બનાવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news