Corona Update: દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે મળ્યા સારા સંકેત, જાણો લેટેસ્ટ માહિતી 

ભારતમાં હવે કોરોના વાયરસ પર સારા સંકેત આવી રહ્યા છે. નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 55,722 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 75,50,273 થયો છે.

Corona Update: દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે મળ્યા સારા સંકેત, જાણો લેટેસ્ટ માહિતી 

નવી દિલ્હી: ભારતમાં હવે કોરોના વાયરસ પર સારા સંકેત આવી રહ્યા છે. નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 55,722 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 75,50,273 થયો છે. જેમાંથી 7,72,055 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 66,63,608 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. એક જ દિવસમાં કોરોનાથી 579 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,14,610 પર પહોંચ્યો છે. 

અત્યાર સુધીમાં 9,50,83,976 નમૂનાનું પરીક્ષણ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશમાં કુલ 9,50,83,976 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. જેમાંથી , 8,59,786 સેમ્પલ ગઈ કાલે ટેસ્ટિંગ કરાયા હતાં. 

Total cases - 75,50,273
Active cases - 7,72,055 (dip by 11,256 since y'day)
Cured/discharged/migrated - 66,63,608 (rise by 66,399 since y'day)
Deaths - 1,14,610 (rise by 579 since y'day) pic.twitter.com/oJC9xg6D0w

— ANI (@ANI) October 19, 2020

કેટલાક રાજ્યોના અમુક જિલ્લાઓમાં સામુદાયિક સંક્રમણ
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને (Dr Harshvardhan,) રવિવારે કહ્યું કે કોરોના વાયરસ (Corona Virus) નું સામુદાયિક સ્તરે સંક્રમણ (Community Transmission) કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં સિમિત છે અને આવું આખા દેશમાં થઈ રહ્યું નથી. હર્ષવર્ધને સંડે સંવાદના છઠ્ઠા એપિસોડમાં પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ સાથે વાતચીતમાં આ વાત કરી. તેઓ એક પ્રતિભાગીના સવાલનો જવાબ આપી રહ્યા હતા. જેણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નિવેદનનો ઉલ્લેખ કર્યો કે તેમના રાજ્યમાં સામુદાયિક સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. હર્ષવર્ધને કહ્યું કે, "પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોના વિભિન્ન ભાગમાં અને ખાસ કરીને ગાઢ વસ્તીવાળા વિસ્તારોમાં કોવિડ-19નું સામુદાયિક સંક્રમણ થઈ શકે છે."

— ANI (@ANI) October 19, 2020

તેમણે કહ્યું કે જો કે, "દેશભરમાં આવું થઈ રહ્યું નથી. સામુદાયિક સંક્રમણ કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લાઓ સુધી સિમિત છે." કેન્દ્ર સરકારે હજુ સુધી દેશમાં કોરોના વાયસના સામુદાયિક સંક્રમણની વાતનો ઈન્કાર કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ સામુદાયિક સંક્રમણની કોઈ વ્યાખ્યા આપી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news