Corona Updates: કોરોનાએ મચાવ્યો હાહાકાર, 24 કલાકમાં 92 હજાર કરતા વધુ નવા દર્દીઓ

ભારતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 92,071 દર્દીઓ નોંધાયા છે.

Corona Updates: કોરોનાએ મચાવ્યો હાહાકાર, 24 કલાકમાં 92 હજાર કરતા વધુ નવા દર્દીઓ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 92,071 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 48,46,428 થયો છે. જેમાંથી 9,86,598 એક્ટિવ કેસ છે. જો કે 37,80,108 લોકોએ આ જીવલેણ વાયરસને માત આપવામાં સફળતા મેળવી છે. એક જ દિવસમાં કોરોનાથી 1136 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોવિડ-19થી થયેલા કુલ મૃત્યુનો આંકડો 79,722 થયો છે. 

The total case tally stands at 48,46,428 including 9,86,598 active cases, 37,80,108 cured/discharged/migrated & 79,722 deaths: Ministry of Health pic.twitter.com/EMvyFJzWiO

— ANI (@ANI) September 14, 2020

કોરોનાની સ્વદેશી રસી મામલે મોટા સમાચાર
કોરોનાની સ્વદેશી રસી મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં કોરોનાની રસી આવી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું કે, આ રસીનો સૌથી પહેલો ડોઝ તેઓ લેવા માટે તૈયાર છે. ડૉક્ટર હર્ષવર્ધન રવિવારે કોરોના વાયરસ સાથે જોડાયેલા સવાલો પર લોકો સાથે સંડે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે એ સવાલનો પણ જવાબ આપ્યો કે દેશમાં રસી ક્યા સુધીમાં તૈયાર થઈ જશે. ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, ભારત સહિત અનેક દેશોમાં કોરોનાની રસી પર કામ થઈ રહ્યું છે. કઈ રસી સૌથી વધુ સારી અને કારગત સાબિત થશે, એ એમ નહીં કહી શકાય. 

સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે, કોરોનાની રસી જાહેર કરવાની કોઈ તારીખ નક્કી નથી કરવામાં આવી. જો તમને સરકાર, વૈજ્ઞાનિકો અથવા વેક્સીન સાથે જોડાયેલી આખી પ્રક્રિયા પર ક્યાંય પણ ભરોસો નથી તો, હું તમને વિશ્વાસ અપાવું છું કે, હું સૌથી પહેલા રસી મુકાવવા તૈયાર છું.  સાથે તેમણે કહ્યું કે, સંભાવના છે કે વર્ષ 2021ના પહેલા ત્રણ મહિના સુધી આપણને અલગ-અલગ રસીની ટ્રાયલના પરિણામો આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news