'ગિલગિટ-બાલ્ટિસ્તાનના નામે વાયરલ થઈ રહેલું ટ્વિટર હેન્ડલ અમારું નથી', ભારત સરકારની સ્પષ્ટતા
Trending Photos
નવી દિલ્હી: ટ્વીટર પર ગિલગિટ-બાલ્ટિસ્તાનના નામે લોન્ચ થયેલા એક ટ્વીટર હેન્ડલ પર ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે આ ટ્વીટર હેન્ડલ સાથે તેમને કોઈ લેવાદેવા નથી. @GB_Ladakh_India નામના આ ટ્વીટર હેન્ડલને ફોલો કરવા માટે જાણે ટ્વીટર પર હોડ મચી છે. આ મહિને એટલે કે મેમાં જ બનેલા આ એકાઉન્ટમાં જે જાણકારી છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે કેન્દ્રશાસિત લદાખનું અધિકૃત ટ્વીટર હેન્ડલ છે. પરંતુ સરકારે સ્પષ્ટતા કરી કે આ એકાઉન્ટમાં અપાયેલી જાણકારી સાચી નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે કેન્દ્રશાસિત લદાખનું ફક્ત @DIPR_LEH અને @informationDep4 નામથી ટ્વીટર હેન્ડલ છે. આ ઉપરાંત તેમને અન્ય કોઈ ટ્વીટર હેન્ડલ સાથે લેવાદેવા નથી.
@GB_Ladakh_India ના આ એકાઉન્ટની જાણ થતા જ લોકોમાં તેને ફોલો કરવા માટે જાણે હોડ મચી છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી રાખ્યો છે. ભારત સરકાર પાકિસ્તાનને વારંવાર આ વિસ્તારમાંથી પીછે હટવાની અપીલ કરે છે. આ ટ્વીટર હેન્ડલ પર જે જાણકારી આપવામાં આવી છે તેમાં કહેવાયું છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાન લદ્દાખ (કેન્દ્રશાસિત પ્રદેશ)નું આ અધિકૃત ટ્વીટર હેન્ડલ છે. આ સાથે જ તેનું લોકેશન પણ ગિલગિટ-બાલ્ટિસ્તાન, લદાખ (UT) દર્શાવવામાં આવ્યું છે. ટ્વીટર પર જે જાણકારી આપવામાં આવી છે તેમાં લદાખ પ્રશાસનની યૂઝર લિંક પણ સામેલ કરાઈ છે.
જુઓ LIVE TV
ટ્વીટર પર લોન્ચ થતાની સાથે જ આ ટ્વીટર હેન્ડલ વાયરલ થયું છે. તેને ફોલો કરનારાઓની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ છે. થોડા દિવસ અગાઉથી જ ભારતીય હવામાન ખાતા (IMD)એ ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના મૌસમના હાલ બતાવવાના શરૂ કરી દીધા છે. ભારત સરકારના આ પગલાંથી પાકિસ્તાને એટલું ઉકળ્યું છે કે તેના જવાબમાં રેડિયો પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના હવામાનના હાલચાલ બતાવવાનું શરૂ કરી દીધુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે