India-China Standoff: LAC પર ફાઇબર કેબલ બિછાવી રહ્યું છે ચીન, ભારતની સુરક્ષા એજન્સીઓ એલર્ટ


ભારતના બે સીનિયર અધિકારીઓનું કહેવું છે કે ચીન સરહદ પર પોતાના સંચાર તંત્રને મજબૂત બનાવવા માટે ચીનની સેના ઓપ્ટિકલ ફાઇબર કેબલનું નેટવર્ક બિછાવી રહી છે. અધિકારીઓ પ્રમાણે પીએલએનો ઈરાદો સરહદ પર લાંબા સમય સુધી રોકાવાનો છે. 
 

 India-China Standoff: LAC પર ફાઇબર કેબલ બિછાવી રહ્યું છે ચીન, ભારતની સુરક્ષા એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે તણાવ  (India China Standoff)ની સ્થિતિ યથાવત છે. મોસ્કો (India Chinan Moscow Meeting)માં બંન્ને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાયેલી બેઠક બાદ તે આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ચીન પોતાની નાપાક હરકતો છોડી દેશે પરંતુ તેમ ન થયું. ચીન હજુ પણ સરહદ પર ષડયંત્ર રચી રહ્યું છે. હવે ચીન તરફથી સરહદ પર ફાઇબર ઓપ્ટિકલ કેબલિંગ (China Fibre Optical Cable LAC) કરવાની વાત સામે આવી રહી છે. 

લાંબા સમય સુધી રોકાવા ઈચ્છે છે ચીન
ભારતના બે સીનિયર અધિકારીઓનું કહેવું છે કે ચીન સરહદ પર પોતાના સંચાર તંત્રને મજબૂત બનાવવા માટે ચીનની સેના ઓપ્ટિકલ ફાઇબર કેબલનું નેટવર્ક બિછાવી રહી છે. અધિકારીઓ પ્રમાણે પીએલએનો ઈરાદો સરહદ પર લાંબા સમય સુધી રોકાવાનો છે તેથી તે પોતાના સંચાર તંત્રને મજબૂત કરવામાં લાગ્યું છે. સમાચાર એજન્સી રોયટર્સ પ્રમાણે સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ પ્રકારના કેબલ લદ્દાખના પેન્ગોંગ ત્સો લેકના દક્ષિણી ભાગમાં જોવા મળી રહ્યાં છે. 

એલર્ટ પર ભારતીય એજન્સીઓ
અધિકારીઓએ કહ્યું, અમારી સૌથી મોટી ચિંતા તે વાતની છે કે તેણે હાઈ સ્પીડ સંચાર શરૂ કરવા માટે ઓપ્ટિકલ ફાઇબર કેબલ બિછાવ્યા છે. તે તળાવના દક્ષિણી ભાગમાં કેબલ બિછાવવાનું કામ ઝડપથી કરી રહ્યાં છે. એક અન્ય અધિકારીપ્રમાણે ગુપ્તચર તંત્રને જાણવા મળ્યું કે, એક મહિના પહેલા પીએલએએ તળાવના ઉત્તરી ભાગમાં આ પ્રકારના કેબલ બિછાવ્યા હતા. અધિકારીનું કહેવું છે કે સેટેલાઇટ તસવીરોમાં પેન્ગોંગ ત્સો ઝીલના દક્ષિણી ભાગની રેતી વાળી જગ્યાઓ પર અસામાન્ય લાઇનો જોવા મળી છે, ત્યારબાદ ગતિવિધિ વિશે સંબંધિત અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

ચીને ફરી કર્યો વચનનો ભંગ
પાછલા સપ્તાહે ચીન ભારનતા વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીતમાં ગરમાવો જોવા મળ્યો હતો. વાતચીત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, ભારત ત્યાં સુધી પોતાની સેનાને પાછળ નહીં કરે જ્યાં સુધી ચીનની સેના ભારતના બધી વિસ્તારો પરથી સંપૂર્ણ રીતે હટે નહીં. તેમણે કહ્યું કે, એલએસીના દરેક બિંદુ પર ચીને પોતાની જગ્યા પર પરત ફરવું પડશે ત્યારે સરહદ પર શાંતિ પુનઃ સ્થાપિત થઈ શકે છે. બીજીવાત જે મહત્વપૂર્ણ છે તે છે કે એસ જયશંકરે કહ્યુ કે, જો સરહદ પર શાંતિની સ્થાપના થશે નહીં તો ચીન સાથે સંબંધો બગડશે. જયશંકરે કહ્યુ કે, કહેવાનો અર્થ સ્પષ્ટ છે કે ચીન તે ભ્રમમાં ન રહે કે તે સરહદ પર તણાવ રાખશે અને ભારતમાં તેનો વેપાર પણ કરતું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news