પેંગોંગમાં ભારતીય સેનાએ ફરી દેખાડ્યું પરાક્રમ, ચીની સૈનિકોને ભગાડ્યા: સૂત્ર

સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ લદાખમાં ફરી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફરી એકવાર ભારતીય સેનાએ ચીનની ઘુસણખોરીને નિષ્ફળ કરી છે. પેંગોંગ લેકના દક્ષિણ ભાગ પર શેનપાઓ પહાડી વિસ્તારની આ ઘટના છે

પેંગોંગમાં ભારતીય સેનાએ ફરી દેખાડ્યું પરાક્રમ, ચીની સૈનિકોને ભગાડ્યા: સૂત્ર

નવી દિલ્હી: સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ લદાખમાં ફરી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફરી એકવાર ભારતીય સેનાએ ચીનની ઘુસણખોરીને નિષ્ફળ કરી છે. પેંગોંગ લેકના દક્ષિણ ભાગ પર શેનપાઓ પહાડી વિસ્તારની આ ઘટના છે. પેંગોંગ લેકના દક્ષિણ ભાગ પર ચીને ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં તૈનાત ભારતીય સેનાએ તેમના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સેનાએ વોર્નિંગ ફાયરિંગ કરી ચીનના સૈનિકોને ભાગાડ્યા હતા.

— ANI (@ANI) September 7, 2020

હવે ચીને આનાથી વિરુદ્ધ ભારત પર ઉશ્કેરણીનો આરોપ મૂક્યો છે. ચીને ભારતીય સેના પર એલએસી પાર કરવાનો આરોપ લગાવ્યો છે. ચીને આરોપ લગાવ્યો છે કે ભારતીય સેનાએ એલએસીને ઉશ્કેરવાની કાર્યવાહી કરી હતી અને ચીની સૈનિકો પર ગોળીબાર કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news