LoC પર શાંતિ રાખવા માટે ભારત-પાકિસ્તાનના DGMO વચ્ચે થઈ વાત, આ મુદ્દા પર થઈ ચર્ચા

ભારત અને પાકિસ્તાને સંયુક્ત નિવેદન જારી કરી જણાવ્યું કે, સૈન્ય અભિયાનોના ડાયરેક્ટર જનરલ (DGMO) વચ્ચે ચર્ચામાં બન્ને દેશ નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબારી ન કરવા પર રાજી થયા છે. 
 

LoC પર શાંતિ રાખવા માટે ભારત-પાકિસ્તાનના DGMO વચ્ચે થઈ વાત, આ મુદ્દા પર થઈ ચર્ચા

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે એકવાર ફરી સંબંધો સુધારવાની પહેલ શરૂ થઈ છે. બુધવારે બન્ને દેશોના સૈન્ય અભિયાનોના ડાયરેક્ટર જનરલ  (DGMO) વચ્ચે ચર્ચા થઈ હતી. ભારત અને પાકિસ્તાને ગુરૂવારે સંયુક્ત નિવેદન જાહેર કરી જણાવ્યું કે, બન્ને દેશ નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબારી ન કરવા માટે રાજી થયા છે અને આ સાથે તે પણ નક્કી થયું કે બધી જૂની સમજુતિને ફરીથી અમલમાં લાવવામાં આવી છે. 

ભારત-પાકિસ્તાન વચ્ચે થઈ સમજુતી પર ચર્ચા
ભારતીય સેનાના લેફ્ટિનેન્ટ પરમજીત સિંહે હોટલાઇન દ્વારા તેમના પાકિસ્તાની સમકક્ષ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન બન્નેએ સીઝફાયર ઉલ્લંઘન, યુદ્ધ વિરામ, કાશ્મીર મુદ્દા સહિત ઘણી સમજુતી પર ચર્ચા કરી. આ સિવાય બન્ને દેશના નિયંત્રણ રેખા  (LoC)ની સ્થિતિને લઈ સમીક્ષા કરી.

સંયુક્ત નિવેદનમાં ભારત અને પાકિસ્તાને કહ્યુ કે, બન્ને દેશ આપસી સમજુતી, કરારોઅને સંઘર્ષ વિરામનું કડક પાલન કરવા માટે રાજી છે. સાથે નિયંત્રણ રેખા (LoC) ના બધા ક્ષેત્રમાં તેનું પાલન 24 અને 25 ફેબ્રુઆરીની મધ્યરાત્રીથી કરવામાં આવી રહ્યું છે. આ સિવાય બન્ને પક્ષોએ નિયંત્રણ રેખા અને અન્ય બધા ક્ષેત્રમાં સ્વતંત્ર, સ્પષ્ટ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સ્થિતિની સમીક્ષા કરી. 

વાતચીત દ્વારા વિવાદ ઉકેલવા પર સહમતિ
ભારત-પાકિસ્તાને સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, સરહદ પર સ્થાયી શાંતિ બનાવવા માટે બન્ને દેશોના ડીજીએમઓ એક-બીજાના મુખ્ય મુદ્દા અને ચિંતાઓ પર ધ્યાન આપવા માટે સહમત થયા છે. બન્ને દેશો વચ્ચે કોઈપણ અણધારી પરિસ્થિતિ અથવા ગેરસમજને હલ કરવા માટે ફ્લેગ બેઠકોનો ઉપયોગ કરવા પર પણ સહમતિ બની છે. આ સાથે કોઈ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા પર સહમતિ બની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news