ભારત-ચીન લદ્દાખનાં સૈનિકોને હટાવવા મુદ્દે સંમત, LAC પર પેટ્રોલિંગ પણ પ્રતિબંધિત
Trending Photos
નવી દિલ્હી : ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાંથી સૈનિકોને સંપુર્ણ પીછેહઠ અંગે સંમતી સધાઇ ચુકી છે. બંન્ને દેશે એલએસી પર પેટ્રોલિંગ પર પ્રતિબંધ લગાવ્યો છે. તમામ 4 સ્થળ પર ભારત-ચીનનાં સૈનિકો પાછા હટી રહ્યા છે. બંન્ને તરફથી સૈનિકો વચ્ચે બફર ઝોન નથી. ભારત અને ચીને પૂર્વી લદ્દાખમાં સીમા વિવાદ અંગે શુક્રવારે રાજદ્વારી સ્તરની મંત્રણા કરી અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ જાળવી રાખવા માટે ક્ષેત્રોમાંથી સૈનિકોને સંપુર્ણ પાછા હટવા અંગે સંમતી વ્યક્ત કરી છે.
વિદેશ મંત્રાલયે કહ્યુ કે, ભારત-ચીન સીમા મુદ્દે ચર્ચા અને સમન્વય માટે કાર્ય પ્રણાલી (WMCC) ની રૂપ રેખા હેઠળ વાર્તા આયોજીત કરવામાં આવી. મંત્રાલયે જણાવ્યું કે, બંન્નેએ દ્વિપક્ષીય સમજુતી તથા પ્રોટોકોલ અનુરૂપ સીમાવર્તી વિસ્તારોમાં શાંતિ જાળવવા અને બહાલ કરવા માટે એલએસીની આસપાસના સૈનિકો સંપુર્ણ રીતે હટાવી લેવાની વાત કરી છે.
યુપીમાં 55 કલાકનું Lockdown શરૂ, ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, તેમણે તે વાત અંગે સંમતી વ્યક્ત કરી કે દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર વિકાસ માટે સીમાવર્તી વિસ્તારોમાં દીર્ધકાલિન શાંતિ જાળવી રાખવી જરૂરી છે. ઓનલાઇન સંવાદમાં ભારતીય પક્ષની આગેવાની વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (પૂર્વી એશિયા)એ કરી, બીજી તરફ ચીની પક્ષનું નેતૃત્વ ચીનના વિદેશ મંત્રાલયે સીમા અને સમુદ્રી વિભાગનાં મહાનિર્દેશક દ્વારા કરવામાં આવ્યું. મંત્રાલયે જણાવ્યું કે, ભારતૃચીન સીમા વર્તી ક્ષેત્રમાં સ્થિતીની સમીક્ષા કરી જેમાં પશ્ચિમી ક્ષેત્રમાં એલએસી પર ચાલી રહેલા સૈનિકોને પાછળ હટવાની પ્રક્રિયાની પ્રગતિ અંગેની સમીક્ષાનો પણ સમાવેશ થાય છે.
બંન્ને પક્ષોને સંમતી વ્યક્ત કરી કે, વરિષ્ઠ કમાન્ડરો વચ્ચે થયેલી સમજુતીને ગંભીરતાથી લાગુ કરવાની જરૂર છે. ભારત અને ચીનની સેનાઓ વચ્ચે પૂર્વી લદ્દાખમાં ગત્ત આઠ અઠવાડીયાથી ગતિરોધની સ્થિતી છે. ગત્ત મહિને ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણમાં ભારતનાં 20 જ્યારે ચીનનાં 40થી પણ વધારે સૈનિકો શહીદ થયા બાદ તણાવ વધ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે