ભારત-અમેરિકા વચ્ચે આજે 2+2 બેઠક, BECA સમજૂતિ પર હસ્તાક્ષર થતા જ ચીન-PAKના હોશ ઉડશે
ટુ પ્લસ ટુ વાર્તામાં બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ (BECA) કરાર થવા જઈ રહ્યો છે. જેનાથી ચીન અને પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે દિલ્હીમાં ટુ પ્લસ ટુ મંત્રી સ્તરની બેઠક(India USA 2+2 dialogue) થઈ રહી છે. સોમવારે બંને દેશોના રક્ષા અને વિદેશ મંત્રીઓ વચ્ચે મહત્વની બેઠક થઈ. જેમાં બંને દેશોએ અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠક અગાઉ બંને દેશો વચ્ચે સૈન્ય કરાર બેકા(BECA) અંગે સહમતિ બની ગઈ છે. જેના પર આજે હસ્તાક્ષર થશે.
શું છે આ BECA કરાર?
ટુ પ્લસ ટુ વાર્તામાં બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ (BECA) કરાર થવા જઈ રહ્યો છે. જેનાથી ચીન અને પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે. આ સમજૂતિથી અમેરિકી સેટેલાઈટો દ્વારા ભેગી કરાયેલી જાણકારી ભારત સાથે શેર કરી શકાશે. આ સાથે જ અમેરિકાના સંવેદનશીલ સંચાર ડેટા સુધી ભારતની પહોંચ થશે. તેનાથી ભારતીય મિસાઈલોની ક્ષમતા સટીક અને ખુબ જ કારગર નીવડશે. આ સમજૂતિ બંને દોશોના સશસ્ત્ર દળો વચ્ચે વિસ્તારિત ભૂ-સ્થાનિક જાણકારી શેર કરવાની મંજૂરી આપશે.
રક્ષા અને વિદેશ મંત્રીઓ વચ્ચે મુલાકાત
ટુ પ્લસ ટુ મંત્રી સ્તરની બેઠક દરમિયાન સોમવારે રક્ષામંત્રી રાજનાથ સિંહએ અમેરિકી રક્ષામંત્રી માર્ક એસ્પર સાથે મુલાકાત કરી. જેમાં બંને દેશો વચ્ચે BECA એટલે કે Basic Exchange and Cooperation Agreement પર હસ્તાક્ષર કરવાની સહમતિ બની ગઈ. ત્યારબાદ મોડી સાંજે અમેરિકી વિદેશ સચિવ માઈક પોમ્પિઓ(Mike Pompeo) એ ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર(S Jaishankar) સાથે મુલાકાત કરી. જેમાં બંને દેશોએ છેલ્લા ચાર વર્ષમાં દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. આ સમીક્ષામાં બંને દેશ વેપાર, ઉર્જા, રક્ષા અને શિક્ષણ સહિત લગભગ દરેક ક્ષેત્રમાં થયેલા વિકાસથી સંતુષ્ટ હતા. આ મુલાકાતમાં ચીનની વધતી આક્રમકતા, અને તેના પડકારને પહોંચી વળવા માટે 'Quad' દેશો ઉપર પણ ચર્ચા કરવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે