Independence @75: હાથમાં તિરંગો, હોઠ પર ગૌરવ ગીત; કાશ્મીરની વાદિઓમાં ગુંજતું રાષ્ટ્રગીત
દેશ આઝાદીના 74 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. 15 ઓગસ્ટે દેશ તેની આઝાદીની ઉજવણી કરશે. આ 74 વર્ષમાં ભારતમાં ઘણું બદલાયું છે. ઘણું બદલાવાનું બાકી છે. પરંતુ સૌથી મોટો ફેરફાર જમ્મુ-કાશ્મીરમાં થયો છે
Trending Photos
નવી દિલ્હી: દેશ આઝાદીના 74 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. 15 ઓગસ્ટે દેશ તેની આઝાદીની ઉજવણી કરશે. આ 74 વર્ષમાં ભારતમાં ઘણું બદલાયું છે. ઘણું બદલાવાનું બાકી છે. પરંતુ સૌથી મોટો ફેરફાર જમ્મુ-કાશ્મીરમાં થયો છે. 5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરને કલમ 370 થી આઝાદી મળી. આ ફેરફારને બે વર્ષ વીતી ગયા છે. તો આજે સ્વતંત્રતા દિવસના બે દિવસ પહેલા અમે તમને જણાવી દઈએ કે કાશ્મીરના લોકોએ આ 2 વર્ષમાં તે લોકોને કરારો જવાબ આપ્યો છે જેઓ કહેતા હતા કે, જો 370 હટાવી તો કાશ્મીરમાં તિરંગો પકડનાર કોઈ નહીં હોય.
કાશ્મીર પરિવર્તનની નિશાની
રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવનાથી રંગાયેલા બાળકો કાશ્મીરના પરિવર્તનની નિશાની છે અને આ સંકેતોને સમજવા માટે ZEE NEWS ની ટીમ કાશ્મીરના પહેલગામના છેલ્લા ખૂણામાં આવેલી દેહવાતુ પહેલગામ શાળામાં પહોંચી.
કોરોના કાળમાં શરૂ થઈ આ 'શાળા'
અહીં પર્વતો છે અને પર્વતોની ઉપર જંગલ છે અને જંગલની વચ્ચે આ શાળા છે. ZEE News ની ત્યાં પહોંચી તે જાણવા માટે કે આઝાદી બાદનો સમય અને છેલ્લા 2 વર્ષમાં જ્યારથી કલમ 370 હટાવી છે આટલા દિવસોમાં શું બદલાયું છે. પહેલા શું ફર્ક હતો અને હવે શું ફર્ક છે. પહેલાના કાશ્મીર અને અત્યારના કાશ્મીરમાં શું અંતર છે.
કોરોના કાળમાં જ્યારે તમામ શાળાઓ બંધ હતા. દરેક જગ્યાએ ઓનલાઇન ક્લાસ ચાલી રહ્યા હતા તે દરમિયાન અહીં કોમ્યુનિટી શાળાની શરૂઆત થઈ હતી. આફતને અહીંના લોકોએ તકમાં ફેરવી દીધી. તે કર્યું જેની આશા કોઈને ન હતી. અહીંના લોકોએ જાતે પરિવર્તનની કહાની લખવાની શરૂ કરી છે.
આશાનું કિરણ
જો કે, અહીં હજુ પણ કેટલીક સમસ્યાઓ છે. જેને દૂર કરવું ખૂબ જ જરૂરી છે. પરંતુ છેલ્લા 2 વર્ષમાં પરિવર્તન પણ દેખાય છે. આ ફેરફાર માત્ર કાગળ પર ફેરફાર નથી, તે આશાનું કિરણ છે. તે કાશ્મીર માટે જે અત્યાર સુધી આતંક સામે લડી રહ્યું છે. આ આશાનું કિરણ તે યુવાઓ માટે છે જે આવતીકાલે દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. આ આશાનું કિરણ તે દીકરીઓ માટે છે જે આવતીકાલ ઓલિમ્પિકમાં ભારતની મશાલ પકડવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે