IT વિભાગે કન્નૌજ, મુંબઈ સહિત 50 જગ્યાએ દરોડા પાડ્યા, સપા MLC પુષ્પરાજ જૈન પમ્પી પર મોટી કાર્યવાહી
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં આવકવેરા વિભાગે સમાજવાદી પાર્ટીના એમએલસી અને અત્તરના વેપારી પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્મીના ઠેકાણા પર દરોડા માર્યા છે.
Trending Photos
કન્નૌજ: આવકવેરા વિભાગે ટેક્સ ચોરીની તપાસ હેઠળ આજે યુપીના અત્તર વેપારીઓ અને કેટલાક અન્ય સાથે સંકળાયેલા લોકોના ત્યાં રેડ મારી. અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ કન્નૌજ, કાનપુર, દિલ્હી-એનસીઆર, સુરત, મુંબઈ અને કેટલીક અન્ય જગ્યાઓ પર દરોડા મારવામાં આવી રહ્યા છે. લગભગ 50 ઠેકાણે દરોડાની કાર્યવાહી ચાલુ છે. સમાજવાદી પાર્ટીએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને દાવો કર્યો કે કન્નૌજમાં તેમના એમએલસી પુષ્પરાજ જૈન પમ્પીના ત્યાં દરોડો મારવામાં આવ્યો છે.
આવકવેરાની કાર્યવાહીથી સપા ભડકી
સપાએ ટ્વિટર હેન્ડલથી ભાજપ પર નિશાન સાંધતા કહ્યું કે ગત વખતની અપાર નિષ્ફળતાઓ બાદ આ વખતે ભાજપના પરમ સહયોગી આવકવેરા વિભાગે સપાના એમએલસી પુષ્પરાજ જૈન પમ્પી અને કન્નૌજના અન્ય અત્તરના વેપારીઓના ત્યાં આખરે દરોડા પાડ્યા. ડરેલી ભાજપા દ્વારા કેન્દ્રીય એજન્સીઓનો ખુલ્લેઆમ દુરઉપયોગ, ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં સામાન્ય છે. જનતા બધુ જોઈ રહી છે. વોટથી જવાબ આપશે.
पिछली बार की अपार विफलता के बाद इस बार BJP के परम सहयोगी I.T. ने सपा MLC श्री पुष्प राज जैन और कन्नौज के अन्य इत्र व्यापारियों के यहां पर आखिर छापे मार ही दिए है।
डरी BJP द्वारा केंद्रीय एजेंसियों का खुलेआम दुरुपयोग, यूपी चुनावों में आम है।
जनता सब देख रही है, वोट से देगी जवाब।
— Samajwadi Party (@samajwadiparty) December 31, 2021
અખિલેશ યાદવે કરી પ્રેસ કોન્ફરન્સ
આવકવેરા વિભાગની આ કાર્યવાહીથી સમાજવાદી પાર્ટી નારાજ છે. આજે સપા સુપ્રીમો અખિલેશ યાદવ અત્તરના વેપારી પુષ્પરાજ જૈન પમ્પી સાથે કન્નૌજમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. પરંતુ તે પહેલા આવકવેરા વિભાગે રેડ મારી. જો કે નિર્ધારિત કાર્યક્રમ મુજબ અખિલેશ યાદવ આજે કન્નૌજ પહોંચ્યા અને પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટીના લોકો પર રેડ પડવાનું નક્કી જ હતું. દિલ્હીના નેતા જ્યારે પણ યુપીમાં આવે છે ત્યારે એવું લાગે છે કે એન્જસીને સાથે લઈને આવે છે. આ દરમિયાન દરોડાના નિર્દેશ અપાય છે. કન્નૌજની ઓળખ અત્તરથી છે. સુગંધની રાજધાની છે કન્નૌજ.
રામગોપાલ વર્માએ પણ સાધ્યું નિશાન
રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું કે ભાજપ અખિલેશ યાદવની લોકપ્રિયતાથી પરેશાન છે. અખિલેશની રેલીમાં જેટલી ભીડ એક ખૂણામાં હોય છે એટલી ભીડ ભાજપના મોટામા મોટા નેતાની આખી રેલીમાં પણ નથી આવતી. પહેલા તો તેમણે ભૂલથી પોતાના જ વેપારી પિયુષ જૈનના ત્યાં રેડ મારી. જનતા ચૂંટણીમાં ભાજપને જવાબ આપશે.
અખિલેશે હાલમાં જ સમાજવાદી અત્તર લોન્ચ કર્યું હતું
રાજ્યમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી માટે પમ્પી જૈને સમાજવાદી અત્તર બનાવ્યું હતું. જેને અખિલેશ યાદવે હાલમાં જ લોન્ચ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે આવકવેરા વિભાગ અત્તરના વેપાર તથા સંબંધિત વેપારીઓ સાથે જોડાયેલી કેટલીક કંપનીઓના અનેક ઠેકાણા પર સર્ચ ચલાવી રહ્યું છે. જે કારોબારીઓના ત્યાં દરોડા માર્યા છે અધિકારીઓએ તેમની ઓળખની પુષ્ટિ કરી નથી. ટટ
સૂત્રોએ કહ્યું કે આવકવેરા વિભાગે જીએસટી વિભાગ પાસેથી અત્તરનો વેપાર કરનારા યુનિટ અને અનય્ તરફથી કથિત રીતે નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરીને સંભવિત આવકવેરા ચોરી અંગે ડિટેઈલ લીધા બાદ કાર્યવાહી શરૂ કરી.
સીબીઆઈસી હેઠળ કામ કરનારી તપાસ એજન્સી ડીજીજીઆઈએ હાલમાં જ કાનપુર અને કન્નૌજમાં શિખર પાન મસાલા, એક ટ્રાન્સપોર્ટર તથા અન્ય વિરુદ્ધ દરોડો પાડ્યો હતો. આ મામલે અત્તર વેપારી પિયુષ જૈનની ધરપકડ થઈ હતી. તથા 197 કરોડ રૂપિયાથી વધુ કેશ ઉપરાંત 26 કિલોગ્રામ સોનું અને ભારે પ્રમાણમાં ચંદનનું તેલ જપ્ત કર્યું હતું. આવકવેરા વિભાગ, સીબીડીટી હેઠળ કામ કરે છે.
ડીજીજીઆઈના દરોડા અને કેશની જપ્તી બાદ યુપીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કાનપુરની રેલીમાં કેશ જપ્તી અંગે સપા પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે 2017 પહેલા ભ્રષ્ટાચારનું જે અત્તર તેમણે સમગ્ર ઉત્તર પ્રદેશમાં છાંટીને રાખ્યું હતું તે ફરીથી બધાની સામે આવી ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે