Weather Update: ભીષણ ગરમી માટે થઈ જાવ તૈયાર, ગુજરાત સહિત આ રાજ્યોમાં એપ્રિલથી જૂન સુધી વધશે પારો

IMD Weather Update: હવામાન વિભાગે કહ્યું કે પૂર્વોત્તર અને ઉત્તર પશ્ચિમી ભારતના અંતરિયાળ વિસ્તારને છોડીને દેશના મોટા ભાગમાં ગુરૂતામ તાપમાન સામાન્ય કે તેનાથી વધુ રહેવાની સંભાવના છે. 
 

Weather Update: ભીષણ ગરમી માટે થઈ જાવ તૈયાર, ગુજરાત સહિત આ રાજ્યોમાં એપ્રિલથી જૂન સુધી વધશે પારો

નવી દિલ્હીઃ IMD On Summer Weather: ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના મોટાભાગના ભાગોમાં એપ્રિલ અને જૂન વચ્ચે તીવ્ર ગરમીનું મોજું રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે શનિવારે (એપ્રિલ 1) જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાક ભાગો અને દ્વીપકલ્પના ક્ષેત્રને બાદ કરતાં દેશના મોટાભાગના ભાગોમાં એપ્રિલથી જૂન દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતા છે. આ દરમિયાન મધ્ય, પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગો સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે.

આઈએમડીએ કહ્યું કે 2023માં ગરમીની સીઝન (એપ્રિલથી જૂન) દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પ ભારત અને ઉત્તર પશ્ચિમી ભારતના કેટલાક ભાગને છોડીને દેશના મોટા ભાગમાં ગુરૂત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે. આઈએમડીએ કહ્યું કે એપ્રિલમાં ઓછામાં ઓછા 10 રાજ્યોમાં હીટવેવ અનુભવ હોવાની સંભાવના છે. 

આ રાજ્યોમાં પડશે પ્રચંડ ગરમી
હવામાન વિભાગનું કહેવું છે કે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને હરિયાણામાં પ્રચંડ ગરમી પડવાની આશંકા છે. હીટવેવની જાહેરાત ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ કેન્દ્રનું ગુરૂત્તમ તાપમાન મેદાનોમાં ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ, સમુદ્ર વિસ્તારમાં ઓછામાં ઓછું 37 ડિગ્રી સેલ્સિયસ અને પર્વતીય ક્ષેત્રમાં ઓછામાં ઓછું 30 ડિગ્રી સેલ્સિયસ પહોંચી જાય છે અને સામાન્ય તાપમાનથી વિચલન ઓછામાં ઓછું 4.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હોય.

વરસાદને કારણે માર્ચમાં ઓછું રહ્યું તાપમાન
આઈએમડી અનુસાર ભારતમાં 1901 બાદથી 2023માં ફેબ્રુઆરીમાં સૌથી વધુ ગરમી રહી. પરંતુ સાથે પશ્ચિમી વિક્ષોભને કારણે સામાન્યથી વધુ વરસાદને લીધે માર્ચમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચ 2022 અત્યાર સુધીનો સૌથી ગરમ અને 121 વર્ષમાં ત્રીજું સૌથી સૂકુ વર્ષ હતું. વર્ષ 1901 બાદથી પાછલું વર્ષ દેશનું ત્રીજુ સૌથી ગરમ એપ્રિલ, અગિયારમું સૌથી ગરમ ઓગસ્ટ અને આઠમો સૌથી ગરમ સપ્ટેમ્બરમાં જોવા મળ્યું હતું. 

ભારતમાં એપ્રિલમાં સામાન્ય વરસાદની સંભાવના છે. 1971થી 2020 સુધી એકત્રિત આંકડા અનુસાર એપ્રિલમાં દેશમાં એવરેજ 39.2 મિલીમીટર વરસાદ થયો. ઉત્તર પશ્ચિમી, મધ્ય અને પ્રાયદ્વીપીય ક્ષેત્રના મોટા ભાગમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે, જ્યારે પૂર્વી અને પૂર્વોત્તર ભારતમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news