Rain Alert: આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં પડી શકે છે હળવોથી ભારે વરસાદ, જાણો નવી આગાહી
IMD Alert: ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરીએ તો ઉત્તરાખંડ-ઉત્તર પ્રદેશમાં 5થી 9 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ થશે. હવામાન વિભાગે દરેક રાજ્યો માટે વરસાદની નવી આગાહી જાહેર કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ IMD Rainfall Alert, Weather Update: હવામાન વિભાગે જણાવ્યું કે મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારમાં હળવા દબાણનું ક્ષેત્ર બનવાથી ભારે વરસાદ થશે. આ સિવાય આગામી ચારથી પાંચ દિવસ ઉત્તરાખંડ, ઉત્તર યૂપી, બિહાર, સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદ થશે. નોર્થઈસ્ટના રાજ્યોમાં પણ આગામી પાંચ દિવસ સુધી વરસાદની ગતિવિધિઓ વધી શકે છે.
ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરીએ તો ઉત્તરાખંડ-ઉત્તરપ્રદેશમાં 5થી 9 ઓગસ્ટ વચ્ચે પાંચ દિવસ સુધી વરસાદ થશે. આ સિવાય હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢમાં પાંચ અને છ ઓગસ્ટે ભારે વરસાદ જોવા મળી શકે છે. તો પંજાબ, પૂર્વી રાજસ્થાન, જમ્મુમાં પાંચ ઓગસ્ટથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
મધ્ય ભારતની વાત કરીએ તો પૂર્વી મધ્ય પ્રદેશ અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પૂર્વી ભારતમાં હિમાયલી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહારમાં 5થી 8 ઓગસ્ટ સુધી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઝારખંડમાં છ અને સાત ઓગસ્ટે ભારે વરસાદ પડશે, ગંગીય બંગાળમાં સાત અને આઠ તારીખે ભારે વરસાદની સંભાવના છે. તો નોર્થઈસ્ટ રાજ્યોની વાત કરીએ તો અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુરમાં પણ આગામી પાંચ દિવસ સુધી મૂશળધાર વરસાદની સંભાવના છે.
કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારમાં આગામી પાંચ દિવસ સુધી હળવોથી ભારે વરસાદ થઈ શકે છે. આ વચ્ચે દક્ષિણ ભારતના રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળશે નહીં.
આઈએમડીએ દિલ્હીમાં પણ મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. વિભાગે કહ્યું કે, શહેરમાં ગુરૂત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. આઈએમડી અનુસાર દિલ્હીમાં શુક્રવારે સવારથી શનિવારે બપોર વચ્ચે 24 કલાકમાં 54 મિલીમીટર વરસાદ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે