Weather Update: મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી, આઈએમડીએ જાહેર કર્યું રેડ એલર્ટ
Weather Update: હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. આઈએમડીએ મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ Weather Update: હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન માટે તો હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ઉત્તર પ્રદેશના 33 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર અને ગોવામાં પણ એલર્ટ
IMD એ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને જોતા રેડ એલર્ટ તો પશ્ચિમ રાજસ્થાન માટે ઓરેલન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે મહારાષ્ટ્ર, ગોવા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અહીં 17 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દિલ્હીમાં પણ વરસાદને લઈને એલર્ટ
શનિવારે દિલ્હી-NCRમાં વરસાદને કારણે અહીંના લોકોને ઘણી રાહત મળી છે. હવામાન વિભાગે દિલ્હી-NCRમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદને લઈને ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16-17 અને 18 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના છે.
ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ એલર્ટ
હવામાન વિભાગે ઉત્તરાખંડના પાંચ જિલ્લા દેહરાદૂન, નૈનીતાલ, ચંપાવત, ચમોલી અને બાગેશ્વરમાં ચાર દિવસ માટે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ તમામ જિલ્લા માટે 18 સપ્ટેમ્બર સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે હિમાચલ પ્રદેશના તમામ જિલ્લામાં પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
જાણો ક્યાં ક્યાં થશે ભારે વરસાદ
હવામાન વિભાગે ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. જ્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, બિહાર, ઝારખંડ, મેઘાલય, આસામ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે