Coronavirus Mask: કપડાનું માસ્ક પહેરો છો, તો માત્ર 15 મિનિટમાં થઈ જશો Omicronથી સંક્રમિત, જાણો શું છે CDC ની સલાહ

જો તમારે કોરોના વાયરસથી બચવું હોય તો કાપડના માસ્કને બદલે N-95નું માસ્ક પહેરો. જો તમે સિંગલ લેયર ક્લોથ માસ્ક પહેરો છો. તો તેની નીચે ચોક્કસપણે અન્ય એક માસ્ક પહેરો. CDCની નવી માર્ગદર્શિકા જાણો.

Coronavirus Mask: કપડાનું માસ્ક પહેરો છો, તો માત્ર 15 મિનિટમાં થઈ જશો Omicronથી સંક્રમિત, જાણો શું છે CDC ની સલાહ

નવી દિલ્હીઃ ભારતમાં ઓમિક્રોનના કેસમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ડોકટરો લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે કરી છે અપીલ. કોરોનાથી દૂર રહેવા માટે નાક અને મોંને સારી રીતે ઢાંકીને રાખો. વૈજ્ઞાનિકોના અનુસાર  મોટાભાગના લોકો કપડાથી બનેલા માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે,... આ માસ્ક તમને વાયરસથી બચાવવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ નથી..... 
 
ક્લોથ માસ્કથી 15 મિનિટમાં જ સંક્રમિત થઈ શકશે
સીડીસીના અનુસાર માસ્ક વિનાનો વ્યક્તિ કાપડનો માસ્ક પહેરલા વ્યક્તિના સંપર્કમાં આવે છે, તો તે માત્ર 15 મિનિટમાં કોરોના સંક્રમિત થઈ શકે છે. અને જો બંને લોકોએ કાપડનું માસ્ક પહેર્યું છે તો સંક્રમણ 27 મિનિટમાં લાગી શકે છે. લોકો વધુ એક માસ્ક પહેરે છે તો સંક્રમણ લાગતા 30 મિનિટ લાગી શકે છે. પરંતુ જો બંનેએ N95 માસ્ક પહેર્યા હોય, તો 2.30 કલાક સુધી સુરક્ષિત રહી શકો છો.

કાપડના માસ્ક હેઠળ ડિસ્પોઝલ માસ્ક પહેરવું આવશ્યક છે 
અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં 2 વર્ષથી વધુ ઉંમરના લોકોને જાહેર સ્થળોએ ન જવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને જેમણે રસી લીધી નથી. ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરો. સીડીસીએ કહ્યું છે કે 'જો તમે કાપડનો માસ્ક પહેરો છો, તો ચોક્કસપણે તેની નીચે ડિસ્પોઝલ  માસ્ક પહેરો. ફરીથી વાપરી શકાય તેવા માસ્ક દરરોજ ધોવા જોઈએ અને ડિસ્પોઝલ માસ્ક  એક ઉપયોગ પછી ફેંકી દેવા જોઈએ.

શું N95 માસ્ક ઓમિક્રોન સામે રક્ષણ આપી શકે છે?
કોઈપણ વાયરસથી બચવા માટે કાપડના માસ્ક અને સર્જિકલ માસ્ક કરતાં N95 માસ્ક વધુ અસરકારક છે. તેમાં મલ્ટીપલ લેયર ફિલ્ટર્સ છે અને તેની ફિટિંગ પણ સારી છે. N95 માસ્ક 95 ટકા જેટલા દૂષિત કણો સામે રક્ષણ આપી શકે છે. આમાં લીકેજની શક્યતાઓ પણ ઘણી ઓછી છે. તેનું ટ્રિપલ લેયર પ્રોટેક્શન પ્રદૂષણ અને કોઈપણ વાયરસને દૂર રાખે છે.

N-95 માસ્ક હવાને પણ ફિલ્ટર કરે છે
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે કોરોના વાયરસ ફેલાય છે ત્યારે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉત્પાદિત એરોસોલને શ્વાસમાં લે છે. આ એરોસોલ્સ બંધ જગ્યામાં ઝડપથી ફેલાઈ શકે છે, પરંતુ જો તમે N95 જેવા ઉચ્ચ ફિલ્ટરેશન માસ્ક પહેરો છો, તો તે વાયરસને ફિલ્ટર કરે છે. આની મદદથી તમે સંક્રમિત વ્યક્તિની આસપાસના અન્ય લોકોને પણ સુરક્ષિત રાખી શકો છો.

સર્જિકલ અને કાપડના માસ્ક કરતાં N-95 માસ્ક વધુ અસરકારક છે
એક સંશોધનમાં જણાવાયું છે કે N95 માસ્ક કાપડના માસ્ક કરતાં 7 ગણા વધુ અસરકારક છે અને સર્જિકલ માસ્ક કરતાં 5 ગણા વધુ અસરકારક છે. જો કે, લાંબા સમય સુધી N95 માસ્ક પહેરવાથી ઘણી સમસ્યાઓ થાય છે.

નોંધઃ  આ લેખને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news