ઉદ્ધવ ઠાકરેએ PM મોદીને આપ્યો પડકાર, ‘હિમ્મત હોય તો બનાવો રામ મંદિર’

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ વખતે સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ફક્ત તેમની વાત કરે છે, અમે જનતાની વાત કરીએ છીએ. મારા દેશનું શું થશે તે મારી પ્રાથમિકતા છે.

ઉદ્ધવ ઠાકરેએ PM મોદીને આપ્યો પડકાર, ‘હિમ્મત હોય તો બનાવો રામ મંદિર’

મુંબઇ: કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં સરકારની સહયોગી શિવસેનાનું તીખું વલણ અખંડ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ વખતે સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ફક્ત તેમની વાત કરે છે, અમે જનતાની વાત કરીએ છીએ. મારા દેશનું શું થશે તે મારી પ્રાથમિકતા છે. મારો દેશ કેવીરીતે સુધરશે, દેશનો આર્થિક સુધારો કેવી રીતે થશે તે વિષય પર વિચારી રહ્યાં છે. સરકારી યોજનાનો અમે પર્દાફાશ કર્યો છે. ભાજપ કહે છે કે અમને મજબૂત સરકાર જોઇએ. સરકાર મજબૂક હશે તો પણ ચાલશે, પરંતુ મારો દેશ મજબૂત હોવો જોઇએ.

ઉદ્ધવ ત્યાં ન રોકાયા, તેમણે કહ્યું કે ઇન્દિરા ગાંધીની સરકાર મજબૂત હતી. ઇમર્જન્સી લગાવવું તેમની ભૂલ હતી, પરંતુ પાકિસ્તાનના બે ટૂકડા કર્યા. આ હોય છે મજબૂતી. ઇન્દિરાએ પાકિસ્તાનના ટૂકડા કર્યા. અટલ બિહારી વાજપેયીની મિશ્ર સરકારે પાકિસ્તાનને કારગિલમાં હરાવ્યું. તેને કહેવાય છે જીગર દેખાડવું.

શિવસેના પ્રમુખે કહ્યું કે હનુમાનની જાતી પૂછવામાં આવે છે, આપણે એટલા નીચે છે શું. બીજા કોઇ ધર્મના દેવતા વિશે બોલવામાં આવે છે તો કહેનારના દાંત તોડી દેવામાં આવે છે. ચૂંટણી આવતા જ વારંવાર કહેવા લાગે છે, મંદિર તેઓ જ બનાવશે. મંદિર દેખાવવાનું નથી. જો પીએમ મોદી વિષ્ણુના અવતાર છે તો રામ મંદિર કેમ નથી બનાવતા. જો આ રામ મંદિર નહીં બનાવી શકતા તો વિષ્ણુ હવે તેમનો અવતા છે એવું કહેવાશે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કહેવાય છે કે કોંગ્રેસ રામ મદિરમાં અડચણ ઉભી કરે છે. રામ મંદિરનો નારો લગાવી સત્તામાં આવ્યા, અડચણ ઉભી કરનાર કોંગ્રેસને જનતા હરાવી ચૂકી છે. હવે તમારી સંપૂર્ણ સત્તા છે, કેમ અત્યાર સુધી રામ મંદિર બનાવ્યું. અમારુ ગઠબંધન હિન્દુત્વના મુદ્દા પર થયું હતું, પરંતુ હવે ભાજપના નેતામાં રામ મંદિરને લઇને એકરૂપતાવાળા વિચાર નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news