BJP જો દિગ્વીજયની સામે શિવરાજને ઉતારશે તો 16 વર્ષ જુનુ યુદ્ધ રિપીટ થશે

લોકસભા 2019ની લડાઇમાં મધ્યપ્રદેશની ભોપાલમાં લડાઇ રોચક થવા જઇ રહી છે, ભાજપ હવે દિગ્વિજય સિંહ વિરુદ્ધ મજબુત ઉમેદવાર ઉતારવા માટેનું પ્લાનીંગ ચાલુ કરી દીધું છે

BJP જો દિગ્વીજયની સામે શિવરાજને ઉતારશે તો 16 વર્ષ જુનુ યુદ્ધ રિપીટ થશે

ભોપાલ : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં મધ્યપ્રદેશની ભોપાલ સીટ પર હવે તમામ લોકોની નજર રહેશે. આ સીટ પર કોંગ્રેસના પુર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને ઉતારીને આ યુદ્ધની લડાઇને વધારે આકરી કરી દીધી છે. ગત્ત 30 વર્ષમાં કોંગ્રેસ ક્યારે પણ આ સીટને જીત નથી મેળવી શકી. જો કે આ વખતે કોંગ્રેસે લડાઇને વધારે રોચક બનાવી દીધી છે. હવે સવાલ એ પેદા થાય છેકે આ સીટ પર ભાજપ કોને ઉતારશે. 

હવે ભાજપના નેતાઓ ક્યાસ લગાવી રહ્યા છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પાર્ટી દિગ્વિજય સિંહની વિરુદ્ધ ઉતારી શકે છે. 18 લાખ મતદાતાઓ ધરાવતી ભોપાલ સંસદીય સીટ પર ચાર લાખથી વધારે મુસ્લિમ મતદારો છે, જેમાં ઘણા બધા ચૌહાણના સમર્થક છે. છેલ્લા ત્રણ દશકતથી ગઢ ગણાતી આ સીટને બચાવવા માટે ભાજપ પોતાની રણનીતિ અંગે નવેસરથી વિચારણા કરી રહી છે. 

ભાજપ હાઇકમાન્ડ પણ આ સમજુતી છે કે જો શિવરાજ નથી તો  તેને ભોપાલ જેવી સીટને બચાવવા માટે તેને કોઇ ફાયરબ્રાંડ નેતાની જરૂર પડશે, પરંતુ ભાજપે ગત્ત 15 વર્ષનાં શાસનમાં ભાજપની પાસે મધ્યપ્રદેશમાં કોઇ એવા નેતા નથી બચ્યા. સૌથી મોટા અને લોકપ્રિય નેતા શિવરાજ સિંહ ચૌહાણ જ છે, જે દિગ્વિજય સિંહને ટક્કર આપી શકે છે. 

16 વર્ષ પહેલા દિગ્વિજય સિંહ અને શિવરાજ વચ્ચે બબાલ થઇ હતી
જો ભોપાલમાં દિગ્વિજય સિંહે સામે ભાજપે શિવરાજને ઉતાર્યું તો બંન્નેની બીજી વખત ચૂંટણી લડાઇ થશે. આ અગાઉ 2003માં જ્યારે વિધાનસભા ચૂંટણી યોજાઇ તો, તે સમયે ભાજપે રાધોગઢમાં દિગ્વિજય સિંહની સામે શિવરાજને ઉતાર્યા હતા. દિગ્વિજય ત્યારે પ્રદેશના મુખ્યમંત્રી હતા, જો કે શિવરાજ ચૂંટણી હારી ગયા હતા. જો કે તેમણે દિગ્વિજય સિંહને તેમના જ  ઘરમાં સારી ટક્કર આપી હતી. આ વખતે મુદ્દો અલગ છે. હવે શિવરાજ ાશરે 13 વર્ષ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. પ્રદેશનો સૌથી લોકપ્રિય ચહેરો છે. ઉપરથી દિગ્વિજય પોતાની હોમ ટર્ફ પર નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news