60 કલાક બાદ દેશમાં પરત ફર્યા અભિનંદન, એરફોર્સે આપ્યો જવાબ

અભિનંદન વર્ધમાનનું મિગ-21 ફાઇટર જેટ પાકિસ્તાન ક્ષેત્રમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું, ત્યાર બાદ પાકિસ્તાની આર્મી દ્વારા તેમની ધરપકડ કરી લેવાઇ હતી

60 કલાક બાદ દેશમાં પરત ફર્યા અભિનંદન, એરફોર્સે આપ્યો જવાબ

અટારી : વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન બે દિવસ બાદ દેશમાં પરત ફર્યા હતા. બુધવારે તેઓ પાકિસ્તાની વિમાનને ઉડાવવાનાં કારણે પીઓકેમાં જતા રહ્યા હતા. અહીં તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. ત્યાર બાદ તેમને પાકિસ્તાન આર્મીએ ધરપકડ કરી હતી. જો કે ત્યાર બાદ વધી રહેલા દબાણના કારણે તેમને વિંગ કમાન્ડર અભિંનંદનને પરત મોકલવા પડ્યા હતા. શુક્રવારે રાત્રે 9 વાગ્યે તેઓ બોર્ડર પાર કરીને ભારતીય સીમામાં પહોંચ્યા. તેમની સકુશળ વતન વાપસી અંગે વાયુસેનાએ વિસ્તૃત વાતચીતની મનાઇ કરી દીધી. 

તેમને મુક્તિ અંગે એરવાઇસ માર્શલ આર.જી કપુરે કહ્યું કે, હાલમાં જ અમને વિંગ કમાન્ડર અભિનંદનને સોંપવામાં આવ્યા છે. પકડવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં 60 કલાક રહ્યા બાદ ભારતીય પાયલોટ અભિનંદન વર્ધમાન ભારત આવ્યા છે. તેમણે કહ્યું કે, આપણા પાયલોટને પરત મેળવીને તેઓ ખુશ છે. પ્રક્રિયા હેઠલ પાકિસ્તાનના વિંગ કમાન્ડરને પરત સોંપ્યા હતા. અત્યાર સુધી અમે મેડિકલ ચેકઅપ બાદ જ કંઇ પણ કહી શકશે. 

— ANI (@ANI) March 1, 2019

લીલા કોટ અને ગ્રે પેન્ટ અને સફેદ શર્ટ પહેરીને અભિનંદનની આગેવાની સીમા સુરક્ષાદળનાં વરિષ્ઠ અધિકારીઓએ શૂન્ય રેખા પર કરી. શૂન્ય રેખા ભારત- પાકિસ્તાનની જમીની સીમાનું પ્રતિક છે. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનાં ભારતીય સીમામાં પહોંચ્યા બાદ વાયુસેનાનાં એક અધિકારીઓ શુક્રવારે રાત્રે કહ્યું કે, અમે તેઓ પરત ફર્યા તેથી ખુબ જ ખુશ છીએ. તેમની મેડિકલ તપાસ કરવામાં આવશે. કારણ કે તેઓ ત્રણ દિવસ સુધી પાકિસ્તાનની કસ્ટડીમાં રહેવાનાં કારણે ખુબ જ તણાવમાંથી પસાર થઇ ચુક્યા છે. એર વાઇસ માર્શલે મીડિયાનાં કોઇ પણ સવાલનો જવાબ આપ્યો નહોતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news