CDS Bipin Rawat Chopper Crash: જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થઈ ગયું? તપાસ રિપોર્ટ રક્ષામંત્રીને સોંપવામાં આવ્યો

તામિલનાડુના કુન્નુરમાં આઠ ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર અકસ્માતની તપાસ પૂરી થઈ ગઈ છે. ભારતીય વાયુસેનાના ટોચના અધિકારીઓએ રક્ષામંત્રી રાજનાથ સિંહને આ મામલે એક વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો છે. કઈ પરિસ્થિતિમાં ચોપર દુર્ઘટનાનો ભોગ બન્યું તે જાણકારી હવે બહુ જલદી દેશની સામે આવશે. 

CDS Bipin Rawat Chopper Crash: જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થઈ ગયું? તપાસ રિપોર્ટ રક્ષામંત્રીને સોંપવામાં આવ્યો

નવી દિલ્હી: તામિલનાડુના કુન્નુરમાં આઠ ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર અકસ્માતની તપાસ પૂરી થઈ ગઈ છે. ભારતીય વાયુસેનાના ટોચના અધિકારીઓએ રક્ષામંત્રી રાજનાથ સિંહને આ મામલે એક વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો છે. કઈ પરિસ્થિતિમાં ચોપર દુર્ઘટનાનો ભોગ બન્યું તે જાણકારી હવે બહુ જલદી દેશની સામે આવશે. અત્રે જણાવવાનું કે આ અકસ્માતમાં વાયુસેનાનું MI-17V5 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તેની તપાસ ટ્રાઈ સર્વિસિઝની ટીમે કરી છે. 

એએનઆઈના જણાવ્યાં મુજબ આ રિપોર્ટમાં દુર્ઘટનાના કારણોની જાણકારી અપાઈ છે અને ભવિષ્યમાં વીઆઈપી ઉડાણમાં ચોપર સંચાલન માટે પોતાની ભલામણો પણ આપી છે. 

જનરલ બિપિન રાવત સહિત 14 લોકોનું નિધન
તામિલનાડુના સુલુર એરબેસથી વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ જતી વખતે વાયુસેનાનું MI-17V5 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની તથા 12 અન્ય શૂરવીરો શહીદ થયા હતા. 

કઈ સ્થિતિમાં હેલિકોપ્ટર ક્રેશ થયું?
એર માર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વવાળી તપાસ ટીમે રક્ષામંત્રી રાજનાથ સિંહને વિસ્તારથી જાણકારી આપી અને જણાવ્યું કે આખરે કઈ સ્થિતિમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું. આ સાથે જ ટીમે એમ પણ જણાવ્યું કે વાયુસેનાનું MI-17 હેલિકોપ્ટર કેમ ક્રેશ થયું. રક્ષામંત્રી સામે પ્રેઝન્ટેશન દરમિયાન તપાસ ટીમ સાથે વાયુસેનાના સિનિયર ઓફિસરો પણ હાજર રહ્યા. 

તપાસ રિપોર્ટમાં બ્લેક બોક્સનો ડેટા પણ સામેલ
તપાસ કમિટીએ વાયુસેના અને આર્મી સંબંધિત અધિકારીઓના નિવેદનો રેકોર્ડ કર્યા. આ સાથે જ એ તમામ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી જે આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી હતા. આ ઉપરાંત તે મોબાઈલ ફોનની પણ તપાસ કરાઈ જેના દ્વારા હેલિકોપ્ટર ક્રેશ થયું તે પહેલા વીડિયો શૂટ કરાયો હતો. ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો એફડીઆર એટલે કે ફ્લાઈટ ડેટા રેકોર્ડર (બ્લેક બોક્સ) પણ ઘટનાસ્થળેથી મળી આવ્યું હતું. તેનો ડેટા પણ રિપોર્ટમાં સામેલ કરાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news